Abtak Media Google News

કવિ,લેખક,પત્રકાર,વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંકના વતની જૈન વણિક પરિવારના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતાં હતાં. પિતા પોલીસ એજન્સીમાં અમલદાર હોવાથી બદલીના કારણે મેઘાણીજીનો પરિવાર સૌરાષ્ટ્રના અનેક સ્થળો વસ્યો હતો. તેઓનો પ્રારંભિક અભ્યાસ રાજકોટ શહેર ખાતે જ્યારે માધ્યમિક તા કોલેજનો અભ્યાસ અમરેલી, જૂનાગઢ અને ભાવનગર ખાતે પૂર્ણ યો હતો. તેજસ્વી વિર્ધાી મેઘાણીજીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને ફિલોસોફીના સંસ્કારબીજ અભ્યાસકાળ દરમિયાન જ ઘવાયા હતાં.

કૌટુંબિક કારણોસર એમ.એ.નો અભ્યાસ અધુરો છોડી તેઓ કલકત્તા ખાતે જીવણલાલ ઍન્ડ કંપનીની પેઢીમાં નોકરી સ્વીકારી બંગાળ ખાતે સ્થાયી થયાં. અહીં તેઓ બંગાળી ભાષા અને કવિવર રવીન્દ્રના ટાગોરજીના પરિચયમાં આવ્યા બાદ અનેક બંગાળી ગીતોનું ગુજરાતી ભાષામાં ઉત્તમ ભાવાનુવાદ કરી રવીન્દ્ર વીણા નામનો કાવ્યસંગ્રહ ભાવિ પેઢીને અર્પણ કરી ગયા છે.

ઈ.સ. ૧૯૪૦ માં રાજકોટ ખાતે ચારણ-ગઢવી સંમેલન મળ્યું હતું. સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે સ્ળોએી મોટી સંખ્યામાં વિદ્વાન ચારણ-ગઢવી કવિઓ ઉપસ્તિ રહ્યા હતાં. સંમેલનમાં મેઘાણીજીને વ્યાખ્યાન આપવા આમંત્રણ અપાયું હતું. સતત પોણા બે કલાક સુધી વાણીનો ધોધ વહાવ્યો. તેઓની અસ્ખલિત વાણી સૌ દેવીપુત્રો મુગ્ધભાવે સાંભળતા રહ્યા. લીંબડી સ્ટેટના રાજકવિ અને વિદ્વાન ચારણ સાક્ષર શંકરદાનજી એ કહ્યું : “ઝવેરચંદ મેઘાણી, હવે કળજુગ પૂરેપુરો આવ્યો.” મેઘાણી ભાઈએ પૂછ્યું : “કેમ બાપા, એમ બોલો છો.” રાજકવિ શંકારદાનજીએ કહ્યું : “અમે દેવીપુત્રો અહીં મોટી સંખ્યામાં બેઠા છીએ અને એક વાણિયાનો દીકરો અમને અમારા સાહિત્યનું મહત્વ એવી રીતે સમજાવતો રહ્યો કે અમે હોકાની ઘૂંટ લેવાનુંય વિસરી ગયા અને મૂઢ બનીને સાંભળતા જ રહ્યા.”  બાપ, વાણિયા પાસે તો અમે હિસાબ લખાવવા આવીએ, કાગળ પત્ર વંચાવવા આવીએ અને તે અમોને બધાને મૂંગા મંતર કરી દીધા, પૂતળા બનાવી મૂકયા તે કળજુગ નહીં તો બીજું શું ?? ઝવેરચંદ મેઘાણીએ ખૂબ જ વિવેકી જવાબ આપ્યો , “હું તો ચારણનો ટપાલી છું. બાપુ, એક ઠેકાણાની ટપાલ બીજે ઠેકાણે વહેંચતો ફરું છું. મારું પોતાનું તો આમાં કાંઈ ની.” પરંતુ આ નમ્રતામાં મેઘાણીભાઈનો વર્ષોનો દેશ-પરદેશનો લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ છૂપો નહોતો રહ્યો. તેઓએ નવલકા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન, લોકકા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે ૮૮ જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, પ્રગટ થયા અને ખૂબ જ આવકાર પામ્યા હતાં.  તા.૦૯/૦૩/૧૯૪૭ ની મધ્યરાત્રિએ  બોટાદ ખાતે હૃદયરોગને કારણે તેઓનું અવસાન યું હતું. પંચ મહાભૂતમાં ભળી ગયેલા આ કવિએ લોકસાહિત્યને ખૂણેખૂણેી એકઠું કરી પુન:પ્રતિષ્ઠા કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.