Abtak Media Google News

રાજવીઓએ સ્થાયેલી વિરાસત રાજકુમાર કોલેજ, લાખાજીરાજ લાઇબ્રેરી હજુ પણ અડિખમ

જામટાવર, બેડીનાકા ટાવર, રૈયાનાકા ટાવર છે રાજકોટના રજવાડાની ધરોહર

Rajkot Sthapna Divas 2 આજે રાજકોટનો સ્થાપના દિન છે ત્યારે 400 વર્ષ પહેલા ઈ. સ. 1610મા જાડેજા રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું, ઉંચાઇ ઉપર હોવાથી રાજુ સંધિના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું.  શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડીના નાકા અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈ ઉપર વસેલું હતું.

સમય જતા મોગલ વંશનું શાસન ફેલાતા ઈ. સ.1776મા જૂનાગઢના નાયબ ફોજદાર માસુમખાને સરધાર કબજે કરી રાજકોટમા થાણું નાખીને રાજકોટનું નામ માસૂમાબાદ કર્યુ સમય જતાં અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવારની છત્રછાયા મળી.

રાજકોટના રાજવીઓએ ધમેન્દ્રવસિંહજી લો કોલેજ, રાજકુમાર કોલેજ, ધમેન્દ્રવસિંહજી કાપડ માકેટ, પ્રતાપ કુંવરબા સ્કુલ, બાવાજીરાજ સ્કૂલ, લાખાજીરાજ લાઇબ્રેરીનું નિર્માણ કરાવ્યું. તત્કાલીન દુકાળને પહોંચી વળવા લોકોને રોજગારી મળી રહે તે માટે રાજવીઓ દ્વારા પેલેસ રોડ ઉપર રણજીત વિલાસ પેલેસનું નિમાર્ણ કરાવાયું હતું.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી તત્કાલીન રાજકોટના પ્રજા વત્સલ રાજવી બાવાજીરાજના દીવાન હતા. આ સંબંધના નાતે રાજકોટનું રાજપાટ તત્કાલીન રાજવી ધમેન્દ્રસિંહજીએ લોકશાહીને મજબૂત બનાવવા સરળતાથી રાજકોટ રાજય ગાંધીજીને સોંપી દીધું હતું. રાજાશાહી સમયમાં રેન સેવા માટે રાજવીઓએ મોટું દાન પણ આપ્યું હતું. જે તે સમયે મચ્છરોનો ત્રાસ પણ ખૂબ વધતા રાજવીએ સૌપ્રથમ પોતાના મહેલમાંથી મચ્છર જાળી કાઢી લોકોને સુરક્ષિત કરવા આપી દીધી હતી. આમ પ્રજા વત્સલ રાજવી તરીકેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું.

રાજકોટને પ્રજા વત્સલ અને લોક-ખેવનાવાળા રાજવીઓ મળ્યા તેના કારણે રાજકોટનો અવિરત વિકાસ થતો રહ્યો, જે લોકશાહીમાં પણ આગળ વધતો જ રહ્યો છે. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્ય્ું અને ઉચ્છરંગરાય ઢેબર જેવા લોકપ્રિય મુખ્યમંત્રી પણ રાજકોટને મળ્યા, જેમણે રાજકોટના વિકાસને આગળ વધાયો.Rajkot Sthapna Divas 4

1 મે 1960ના સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ભળી ગયું અને આજદિન સુધી રાજકોટે વિકાસના મામલે પાછળ વળીને જોયું નથી. 1938માં રાજકોટમાં પ્રથમ જીનમીલ કરણપરામાં ચાલુ થઇ હતી. 1942મા પ્રથમ કાપડ મિલ શરૂ થઈ. 1952માં એશિયાના સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભક્તિનગરમાં શરૂ થયો. આજે રાજકોટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ િેશ અને દુનિયામાં અગ્રેસર છે.

રાજકોટમાં પૂ. મહાત્મા ગાંધીનુ નિવાસ સ્થાન કબા ગાંધીનો ડેલો, પૂ.બાપુએ સાત વર્ષ અભ્યાસ કયો તે જૂની આલ્ફ્રેડ હાઇસ્કુલ (હાલ મહાત્મા ગાંધી મ્ુયુઝિયમ), રિજીયોનલ સાયન્સ સેન્ટર તથા જિલ્લામાં ઓસમ ડુંગર, ખંભાલીડાની ગુફાઓ, ઘેલા સોમનાથ, મિનળવાવ, વિરપુર જેવા અનેક દર્શનીય સ્થળો આવેલા છે.

રાજકોટ શૈક્ષિણક ક્ષેત્રે પણ અવ્વલ છે. વિદેશ તથા એન.આર.આઈ વિદ્યાથીઓ પણ હાલમાં રાજકોટમાં અભ્યાસ કરી રહ્યા છે.આરોગ્ય ક્ષેત્રે પણ રાજકોટમાં અનેક ખાનગી અને સરકારી સ્તરે એઈમ્સ જેવી આલા દરજજાની સંસ્થાઓ કાર્યરત છે. જે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીવાર્દરૂપ છે.

આતર માળખાકીય સુવિધા ક્ષેત્રે રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોની સવલત સાથે આજે સૌની યોજના દ્વારા રાજકોટમાં દરેક ઘરે પાણીની સવલત પણ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમા કોઈ બારમાસી નદી ન હોવાથી આ અછતગ્રસ્ત વિસ્તારમાં પાણીની સમસ્યાના નિવારણ અથે રાજય સરકારે હજારો કી. મી. અંતરની પાઈપલાઈન દ્વારા નર્મદાના નીર રાજકોટના ઘરે ઘરે પહોંચાડયા છે.Rajkot Sthapna Divas 1

રમત ગમત માટે અનેક સ્પોટર્ટસ ગ્રાઉન્દ્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે દિકેટ માટે ખંઢેરી સ્ટેડિયમ પણ કાર્યરત છે. કલા અને સંસ્કૃવતને પ્લેટફોર્મ પૂરું પાડવા સરકારી સ્તરે હેમુ ગઢવી હોલ, અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ અને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ કાર્યરત છે, જેમાં અનેક રાષ્ટ્રીય સ્તરના નામી કલાકારોએ પોતાની કલા રજૂ કરી છે.

આધુનિક સમયમાં પરિવહન ક્ષેત્રે પણ રાજકોટે કેટલાક આયામો સ્થાપિત કર્યા છે. જેમાં િેશના પ્રમુખ શહેરો સાથે રેલ સેવા, બસ સેવાઓ સાથે જોડા્યું છે. રાજકોટથી ક્ધયાકુમારી જમ્મુ, જગન્નાથપુરી સાથે સીધી જ રેલ સેવા જોડાયેલી છે તો હવાઇ ક્ષેત્રે રાજકોટ પાસે ડોમેસ્ટિક એરપોર્ટની સુવિધા વર્ષોથી હતી જ, જેની સાથે આંતરરાષ્ટ્રીય કનેકિટવિટી આપવા હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પણ હાલ નિર્માણાધીન છે. જે શરૂ થતાં આંતરરાષ્ટ્રીય હવાઈ સુવિધાનો લાભ રાજકોટની પ્રજાને મળશે અને દુનિયાના કોઈ પણ સ્થળે સૌરાષ્ટ્રવાસીઓ સરળતાથી જઈ શકશે.

રાજકોટમાં કુદકે ને ભુસકે વધતા વિકાસની સાથે વસ્તી પણ અદાજે 30 લાખ સુધી પહોંચી છે ત્યારે રાજકોટથી પ્રમુખ શહેરોને જોડતા સડક માગો પણ ફોરલેન- સિકસ લેન બની ચૂક્યા છે.રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આઝાદી પહેલાનો ભાવનગરના રાજા દ્વારા નિર્મિત કેસરી જય હિન્દ્ પુલ, પારેવડી ચોક બ્રિજ,ઉપરાંત નવા બનેલ સિવિલ હોસ્પિટલ બ્રિજ, કે.કે.વી બ્રિજ, 150 ફૂટ બ્રિજ, ગોંડલ ચોકડી બ્રિજ નિર્માણ થઈ ચૂક્યા છે. રાજકોટ અને સોમનાથ વચ્ચે પણ ફોરલેન હાઈવે સિકસલેન બનવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે રાજકોટ-અમદાવાદ સિકસ લેન નિર્માણાધીન છે. રાજકોટથી દ્વારકા વચ્ચે પણ ફોરલેન જ્યારે રાજકોટ મોરબી વચ્ચે પણ સિકસલેન માર્ગ નિર્માણાધીન છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પણ રાજકોટએ દેશમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. રાજકોટના સોના, ચાંદી તથા ઇમિટેશન જવેલરી દેશ તથા દુનિયામાં અને બોલીવુડમાં પણ અત્યંત લોકપ્રિય થઇ છે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું તમામ ક્ષેત્રોનું હબ છે ત્યારે રાજકોટની આ અનેક સફળતાઓ અને પ્રગતિ સાથે રાજકોટને તેનો 413 મો જન્મ દિવસ મુબારક.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.