Abtak Media Google News

મોણીયા ખાતે તંત્રના નીતિ નિયમો પાળીને ભાવિકોએ કર્યા દર્શન

વિશ્વ વિખ્યાત એવા મોણીયામાં બિરાજમાન જગદંબા આઇ નાગબાઇમાં ચારણ આઇ કે જેવોને હાલમાં અઢારે વરણો પૂજે છે આજનો શુભ દિવસ એટલે અષાઢ સુદ બીજ એટલે આઇમાની જન્મ જયંતી. હાલમાં મોણીયા ખાતે લાલભાઇ ગઢવી તથા વિજયભાઇ ગઢવી આઇમાની પૂજા અર્ચના અને સેવા કરી રહ્યા છે. ખાસ આજે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે આઇ નાગબાઇનાં ચરણોમાં કોટી કોટી વંદન. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે જગદંબા આઇ નાગબાઇની જન્મજયંતિ નિમિતે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયે કોરોના વાયરસની મહામારીના પગલે આઇની જન્મજયંતિ ઉજવવામાં ભક્તોના ટોળા ઉમટે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. અલબત નાગબાઇની જન્મજયંતિની ઉજવણી માટે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નીતિ નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

સાપ્રદ પરિસ્થિતી માંથી નવલાખ લોબડીયાળી સૌને આર્શિવાદ આર્પે તેવી આઇને પ્રાર્થના આ ઉપરાંત આજે મોણીયા નાગબાઇ ધામ ખાતે તંત્રના નિતીનિયમોનું પાલન કરી દર્શનાર્થીઓ આઇમાના દર્શનનો લ્હાલો લીધો.

આઇમાં વિશે જેટલુ લખાય તેટલું ઓછુ છે. પરંતુ તેવોનાં આર્શિવાદથી વાંજીયાના ઘરે પારણા બંધાયા સહિત આઇમા અનેક આર્શિવાદ પોતાના ભાવિકોને આપેલ છે. આઇ કોમળ, હૃરદથી છે તો સાથે આઇમાં કોપાયમાન થઇ રા’માંડલીકને તેના પાપોનું ફળ પણ આપેલ છે. ત્યારે હાલમાં મોણીયામાં હાજરા-હજુર એવા આઇ નાગબાઇના જન્મ જયંતીની ઉજવણી હાલમા સર્વે જગ્યાએ તંત્રના નિતિ નિયમો સાથે થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.