Abtak Media Google News

આસો માસમાં આવતી શરદપૂર્ણિમા વર્ષ દરમિયાન આવતી પૂનમમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ આ પૂનમને ખાસ ગણાવી છે.શરદ પૂનમ સાથે જોડાયેલી માન્યતા અનુસાર આ દિવસે ચંદ્રના પ્રકાશમાં અમૃત સમાન ગુણ હોય છે. જે અનેક બિમારીઓનો નાશ કરે છે.કેટલાક લોકો આ દિવસે ધાબા પર ખીર અથવા દૂધપૌઆને ચંદ્ર પ્રકાશમાં મૂકી પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે. આયુર્વેદમાં પણ આ રાતનું વિશેષ મહત્વ છે. શ્ર્વાસ રોગની ઔષધિઓ શરદપૂનમની રાતે જ રોગીને આપવામાં આવે છે.શરદ પૂનમ અંગે એક માન્યતા એવી પણ છે કે, આ રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણે વૃન્દાવનમાં રાધા અને ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. પૂનમના દિવસે શ્રી કૃષ્ણે વાંસળીના સૂર છેડી ગોપગોપીઓને મોહિત કર્યા હતા. ઠાકોરજીની આ વેણુનો આજે પણ વૃન્દાવનમાં અવાજ સંભળાય છે. એક માન્યતા મુજબ શરદ પૂર્ણિમાની રાત્રિએ માતા લક્ષ્મીજી રાત્રિના સમયે ધરતી ઉપર વિહાર કરવા નીકળે છે. જે ઘરમાં લોકો સૂઈ ગયા હોય ત્યાંથી તેઓ જતા રહે છે અને જે જાગી રહ્યાં હોય ત્યાં લક્ષ્મીજી કાયમી સ્થાયી વાસ કરે છે.શરદ પૂનમનેકોજાગરી પૂર્ણિમા અનેરાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથો અને જયોતિષ અનુસાર આખા વર્ષમાં ફકત આજ દિવસે ચંદ્રમાં ૧૬ કળાઓથી પરિપૂર્ણ હોય છે. હિન્દુ શાસ્ત્રોમાં તેનેકોમગરવ્રત અનેકોમુદી વ્રત તરીકે પણ ઓળખાય છે.ઉપરાંત સોમચક્ર, નક્ષત્ર ચક્ર અને આસોના ત્રિકોણના કારણે શરદ ઋતુનો ઊર્જાનો સંગ્રહ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.