Abtak Media Google News

રુપેરી પડદાની હિટ જોડી કવોલિટી ટાઈમ વિતાવે છે વરુણ આલિયાને બડી કહીને બોલાવે છે

વરૂણ ધવન અને આલિયા ભટ્ટ શું કામ સાથે ફરે છે ? ફિલ્મ માટે કે એડ માટે ? તેઓ હંમેશા હાથમાં હાથ ઘાલીને સાથે ફરતા જોવા મળે છે. હમણા જ તેઓ સલમાન ખાનના બાંદરા સ્થિત હોટેલ બિસ્તરામાં સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. આલિયાને તો કેન્ડલ લાઈટ ડિનર વધુ પસંદ છે.સ્ટુડન્ટ ઓફ ધ યર, હમ્ટી શર્મા કી દુલ્હનીયા અને બદરીનાથ કી દુલ્હનીયા જેવી ત્રણ સુપરહિટ ફિલમો આપ્યા પછી વરુણ અને આલિયા ધર્મેન્દ્ર-હેમા, અમિતાભ-રેખા અને શાહરુખ-કાજોલની જેમ ફેવરીટ ઓનસ્ક્રીન કપલ બની ગયા છે. લોકો તેમને પડદા પર જોવા પસંદ કરે છે. આલિયા ભટ્ટનો ગોડફાધર કરન જોહર તેને પોતાની દર ત્રીજી ફિલ્મમાં લેવા માગે છે. તેણે આગામી એક લવસ્ટોરી માટે વરૂણ-આલિયાને કરારબઘ્ધ કરી લીધા છે. વરૂણ ધવનની હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ જુડવા-૨ હીટ થઈ ચુકી છે. ત્યારે તેને હવે પાછુ વાળીને જોવાનું રહેતું નથી.આલિયા ભટ્ટની આગામી ફિલ્મોમાં મેઘના ગુલઝાર (બોસ્કી)ની ફિલ્મ રાઝી, વરૂણ સાથેની કરન જોહરની ફિલ્મ, રણબીર કપુર સાથેની અમાર મુખરજીની ફિલ્મ વિગેરે પ્રોજેકટ હાથ ઉપર છે. વરૂણ ધવન પાસે સુજીત સરકારનો એક મહત્વનો પ્રોજેકટ છે. જેમાં તે ફુટબોલરનું પાત્ર ભજવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.