Abtak Media Google News

એપ્રિલ-મે 2023 દરમિયાન ભારત ગ્લોબલ ટુરિઝમ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરશે !!!

 

Advertisement

દેશની અર્થવ્યવસ્થા વિકસિત બનાવવા માટે સરકાર દરેક ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. ત્યારે આ વખતે ભારત જી20 બેઠકની મેજબાની કરવાનું નિર્ધારિત કર્યું છે. એટલુંજ નહીં પ્રવસાન ક્ષેત્રના વિકાસ માટે આજથી 3 દિવસ રણોત્સવમાં 20 દેશોના લોકો પ્રવસાન ક્ષેત્ર અંગે દુફતગુ કરશે. સરકાર પ્રવાસન ક્ષેત્ર માટે 5 મુદ્દે આગળ વધી રહ્યું છે.જી20માં પર્યટન માટે 5 આંતરસંબંધિત પ્રાથમિકતા ક્ષેત્રો છે. તદનુસાર, આ પાંચ પ્રાથમિકતા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવશે એટલે કે પર્યટન ક્ષેત્રને હરિત કરવું, ડિજિટલાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરવો, યુવાનોનું કૌશલ્ય સાથે સશક્તિકરણ કરવું, પ્રવાસન એમએસએમઇ સ્ટાર્ટઅપ્સનું પોષણ કરવું અને ગંતવ્યોના વ્યૂહાત્મક સંચાલન પર પુનર્વિચાર કરવો.

આજથી જે ટુરીઝમ વર્કિંગ ગ્રુપ જે બેઠક રણ ઉત્સવમાં યોજવામાં જઈ રહી છે તેમાં 20 દેશો ના 100 થી વધુ ડેલિકેટ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે જેમાં અરવિંદસિંહ થી લઈ કેન્દ્ર સરકારના યુનિયન મંત્રી પરષોત્તમ રૂપાલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન મંત્રી જી કિશન રેડિ સહિતના રાજકીય આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે એ વાતની પણ જાહેરાત કરી છે કે નવી દિલ્હી ખાતે વર્ષ 20023 માં એપ્રિલ મે દરમિયાન પ્રથમ ગ્લોબલ ટુરીઝમ ઇન્વેસ્ટબર સમીટ નું આયોજન કરવામાં આવશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતીય પ્રવાસન અને હોસ્પિટલિટી ક્ષેત્રે વૈશ્વિક રોકાણ આવે જેનાથી ટુરીઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વિકસિત બનાવી શકાય ટેકનોલોજી સ્કિલ ડેવલોપમેન્ટ અને સ્ટાર્ટઅપ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય. એટલું જ નહીં પ્રવાસન મંત્રાલય ગ્લોબલ કોન્ફરન્સ અને એડવેન્ચર ટુરિઝમનું આયોજન મેં અને જૂનમાં પણ કરવા જઈ રહ્યું છે જેમાં સરકારનો મુખ્ય લક્ષ્ય ગ્રીન ટુરીઝમની સાથો સાથ ડિજિટલાઈઝેશન, કૌશલ્ય,  ટુરીઝમ એમએસએમઇ સહિતના મુદ્દાઓ ઉપર કાર્ય કરશે.

જી-20 ડેલિગેટ્સનું પાઘડી પહેરાવીને કુમકુમ તિલક કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત

Img 20230207 Wa0238

સફેદ રણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી.

Img 20230207 Wa0252

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી 7 થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન ૠ20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓના મંડળની સાક્ષી બનશે.પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી ૠ20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવા જઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

અમદાવાદ છઠ્ઠી અર્બન-20 બેઠકની કરશે યજમાની

કાલે 35થી વધુ શહેરોમાં પ્રતિનિધિઓનું આગમન: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ સંબોધન કરશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત એક જ મહિનાની અંદર તેની ત્રીજી જી20 ઇવેન્ટ, એટલે કે છઠ્ઠી ઞ20 બેઠકની યજમાની ભારતના સર્વપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ ખાતે કરવા માટે સજ્જ છે.

અર્બન 20ના પ્રતિનિધિઓના સ્વાગત માટે ગુજરાત સરકાર કોઈ કસર છોડી નથી. 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિનિધિઓના આગમન પછી, તેમની અડાલજ વાવની મુલાકાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ નેટવર્કિંગ ડિનર યોજાશે, જ્યાં અમદાવાદના શેરપા પ્રવીણ ચૌધરી દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવશે.

9 ફેબ્રુઆરીના રોજ આયોજિત પ્લેનરી સેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંઘ પુરી વર્ચ્યુઅલી આ સેશનને સંબોધશે.

પ્લેનરી સેશન પૂર્ણ થયા બાદ પ્રાથમિકતાઓ, એડવોકસી એટલે કે સમર્થન અને ભવિષ્યના માર્ગ અંગે ચર્ચા થશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સેક્રેટરી મનોજ જોશી દ્વારા ‘ભારતની શહેરી આવશ્યકતાઓ’ પર એક વિશેષ સંબોધન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વર્કિંગ ગ્રુપ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ, ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપ વગેરે દ્વારા પ્રેઝન્ટેશન્સ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રશ્નોત્તરી યોજાશે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા ‘ગુજરાતમાં અર્બન ઇનોવેશન્સ અને વે ફોરવર્ડ’ પર વિશેષ સંબોધન કરવામાં આવશે. ત્યારબાદ એચએલસી ઓફ અર્બન પ્લાનર્સ, અર્બન ઇકોનોમિસ્ટ્સ અને ઇન્સ્ટિટ્યૂશન્સના ચેરપર્સન કેશવ વર્મા દ્વારા ‘અર્બન પ્લાનિંગ અને એન્વાયર્મેન્ટ સસ્ટેનેબિલિટી’ વિષય પર અને એમેરિટસ, સેન્ટર ઓફ એક્સેલન્સ- અર્બન ટ્રાન્સપોર્ટના પ્રોફેસર એચ.એમ. શિવાનંદ સ્વામી દ્વારા ‘ક્લાઇમેટ ફાઇનાન્સિંગ ઇન ગ્રીન મોબિલિટી’ પર સંબોધન કરવામાં આવશે.

યુ-20માં ભાગ લેનારા પ્રતિનિધિઓ માટે સાબરમતી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટના અટલ બ્રિજ ખાતે પર્યટનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ‘સંવાદ ઓવર ડિનર’ (ભોજન સાથે સંવાદ) નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શુદ્ધ શાકાહારી ગુજરાતી અને કોન્ટિનેન્ટલ વાનગીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથેનું એક ગાલા ડિનર યોજાશે, જે રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.

10 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્ય સરકારે યુ20ના પ્રતિનિધિઓ માટે શહેરની પ્રખ્યાત અમદાવાદ હેરિટેજ વોકની અને ત્યારબાદ હાઉસ ઓફ એમજી ખાતે સ્થાનિક નાસ્તાની વ્યવસ્થા કરી છે.

મીટીંગમાં વ્યસ્ત સી.એમ. બે દિવસ ગાંધીનગરમાં નહી મળે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અને કાલે કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી જી-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા.7 ફેબ્રુઆરી, મંગળવાર અને તા.8 મી ને બુધવારે ગાંધીનગરમાં સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો-નાગરિકોને મળી શકશે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.