Abtak Media Google News

અમરેલીમાં આવેલા જેશીંગપરા વિસ્તારમાં રહેતા પરિવારનો બે વર્ષનો માસૂમ બાળક રમતા રમતા ધતુરાના બી ખાઈ ગયો હતો. જેથી તેને ગંભીર હાલતમાં રજોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસૂમ બાળકે સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

Advertisement

બાળકને ઝેરી અસર થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો: સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં આવેલા જેશીંગપરા વિસ્તારમાં રહેતા પરિવારનો તીર્થ રવિભાઈ ગોહિલ નામનો બે વર્ષનો માસૂમ બાળક વાડીએ રમતો હતો. ત્યારે રમતા રમતા ધતુરાના બી ખાઈ ગયો હતો. જેથી માસૂમ બાળકને ઝેરી અસર થતા સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં માસુમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળકે હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક તીર્થ ગોહિલ બે બહેનોનો એકનો એક ભાઈ હતો. બહેનો સાથે રમતા રમતા ધતુરાના બી ખાઈ જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમરેલી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.