Abtak Media Google News

 

મુશ્કેલીઓમાં માર્ગ દેખાડતી મૈયા ચંદ્રઘન્ટા માતા દુર્ગાના નવલા નવ રૂપમાં મૈયા ચંદ્રઘન્ટાની પૂજા, અર્ચના, આરાધના થાય છે, મૈયાના મસ્તક ઉપર ઘંટાકાર અર્ધશશી શોભી રહ્યો છે , જેથી તેઓ ચક્રઘન્ટાના નામથી ઓળખાય છે. માતાઘન્ટા શાંતિ સ્વરૂપા છે. કલ્યાણકારી છે.
ચંદ્રઘંટેતિ અર્થાત, શીતલજ્ઞાન પ્રકાશ, જ્યાં સત્ય જ્ઞાન પ્રકાશ છે, ત્યાં વિનશિલતા છે અને જયાં વિનય છે ત્યાં શિતળતા છે, જ્યાં ક્રોધ છે ત્યાં નાશ છે, જ્યાં શાતિ છે. નિરાંત છે, કર્કશ વાણી પાસ કકડાટ છે. એક જીભ મારું, એક તા2ે બાકી સર્વત્ર ઉચ્ચાટ છે, અર્ધચંદ્ર વૃદ્ધિનું પ્રતિક છે, વૃદ્ધિએ સમૃદ્ધિનો સંકેત છે.0521 0521 Chandraghanta

માતા ચંદ્રઘન્ટના શરીરનો રંગ સુવર્ણમય, ક્રાંતિમય છે, એમના દસ હસ્ત છે, આ દસેય હાથો શસ્ત્રોથી શોભી રહ્યા છે, સ્વર્ણમય શરીર, ક્રાંતિ નિખારનો સંકેત કરે છે, જ્યાં સુધી માનવીનું મન મલીન હશે ત્યાં સુધી એની મુરાદ બર નહીં આવે, એ જો સાધનાની ભઠ્ઠીમાં તપસે, ટીપાસે તોજ નિખાર આવશે સોનું તપે પીટાય, તોજ અંલકાર બને અને કોઈ એને ધારણ કરે, આયુધો અંગે જરા જાણીએ તો ઘંટ ધ્વનિ દર્શાવે છે, અસુરોને મોતના નગરાના રૂપમાં સંભળાય, જ્યારે સુરને નાદના રૂપમાં વર્તાય, જેવી મતિ એવી ગતિ, ત્રિશૂલ ત્રિવિધ તાપ નાશકનો દ્યોતક છે, શંખ અનિષ્ઠોને આહવાન લલકાર અને પડકારનું પ્રતિક છે. ચક્ર પ્રગતિનો પથ દર્શાવે છે, ધ્યેય, સિદ્ધિ અને લક્ષ્ય સિદ્ધિ માટે ધનુષ વિગેરે આયુધોના સામાન્ય: દાર્શનિક આધ્યાત્મિક અર્થ થાય , એમનું વાહન સિંહ છે, જે શક્તિ અને શૌર્યનું પ્રતિક છે, એમની મુદ્રા યુદ્ધ માટે અસુરોને હણવા માટે સદૈવ તત્પર હોય એવી દીશે છે. ત્રીજા દિવસે સાધકનું મન મણીપુર ચક્રમાં પ્રવિષ્ટ કરે છે , આ મહત્વપૂર્ણ ચક્ર છે, જે નાભિની પાસે અગ્નિગર્થિ એડીનલ ગ્લેન્ડા પાસે આવેલ છે. એનો રંગ વાદળી છે, અહીંથી જ સાધકની સર્જન શક્તિ શરૂ થાય છે. ભગવાન વિષ્ણુની નાભિમાંથી બ્રહ્માનું સર્જન થયું તે પણ આજ વસ્તુનો નિર્દેશ કરે છે. આ ચક્ર છેદનથી સાધક વકતા બને છે, અદ્રશ્ય જગતના ખ્યાલો આવે છે, અજબ અનુભૂતિ થાય છે, દિવ્ય મુગંધ પ્રસરે છે, તથા વિવિધ પ્રકારના ધ્વનિ નાદ સંભળાય છે. અહીં સાધકે, અત્યંત સાવધાન રહેવાની જરૂર છે, નહીતર લપસી પડવાની , ભ્રમમા પડવાની , ભયભીત થવાની સંભાવના રહે છે . શાંતિદાયીની માં ચંદ્રઘન્ટાની કૃપાની સર્વે આધિ – વ્યાધિ, અને ઉપાધિ ટળે છે . સાધક સુખ – શાંતિનો અહેસાસ કરે છે, આ રીતે મૈયા ચંદ્રઘન્ટાની સાધના મહત્વપૂર્ણ અને શુભફલદાયી છે.

માતા ચંદ્રઘન્ટાની સાધનાથી સફળતા શાંતતાની સાથોસાથ નિડરતા, નિર્ભયતા પણ આવે છે . એમની સાધનાના સ્વરમાં નમ્રતા અને મધુરતા ટપકે છે. સાધક એક અજબ આકર્ષણ જમાવે છે, એનો દરેક ઉપર ગજબ પ્રભાવ પડે છે. ટૂંકમાં મન, વચન, કર્મ પૂર્ણપણે પવિત્ર થઈ, શુદ્ધ ભાવથી જો માં ભગવતી ચંદ્રઘન્ટાની સાધના કરવામાં આવે તો, સાધક સમસ્ત સંસારના સંતાપની દૂર થઈ , પરમ પદનો અધિકારી બને છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.