Abtak Media Google News

એસઓજીએ જીરું ભરેલી ટ્રક, સ્કોર્પિઓ કાર કબ્જે કરી : જીરું ચોરી ટ્રકમાં ભરી વાડીએ લઈ ગયાનું ખુલ્યું

હાલ જીરાનો ભાવ હાઈ લેવલ પર છે અને અંદાજે મણના ભાવ 10,000 જેટલા ખેડૂતોને મળી રહ્યા છે. ત્યારે હવે જીરાની ચોરીઓના બનાવ પણ વધી રહ્યા છે.જામનગરની ભાગોળે આવેલા મસીતીયા ગામની સીમમાં 62 લાખના જીરાની લૂંટની ઘટના બની હતી. જેમાં SOG પોલીસે જીરૂના રૂ.62.76 લાખના જથ્થાની ટ્રક સહિત લૂંટ ચલાવીને ડ્રાઇવર-કિલનરના અપહરણના ચકચારી પ્રકરણમાં મદદગાર બે શખસોને પકડી પાડી જીરૂ અને ટ્રક ઉપરાંત કાર સહિત રૂ.73.01 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કચ્છના અંજારમાં વારસાણા નજીક ટ્રક ચાલક સુરેશભાઈ અને ક્લિનર સૌરામભાઈને માર મારી બંધક બનાવવામાં આવ્યા હતા અને 62 લાખનું જીરુ ભરેલી ટ્રકને લૂંટી લેવામાં આવી હતી. ટ્રકને લૂંટીને જામનગર તરફ લઇ જવામાં આવી હતી. ફલ્લા નજીક જીરુનો જથ્થો ઉતારી લેવામાં આવ્યો હતો અને ટ્રકને ત્યાંજ મૂકીને ફરાર થઇ ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા ત્રિપુટી અને અન્ય કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જામનગર એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે મસીતીયા નજીક આદમભાઈ કોફીની વાડી ખાતે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને ત્યાંથી 62 લાખનો જીરાનો જથ્થો, લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર અને ટ્રક સહિંત 73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર બી ડિવિઝન પોલીસ અને એસઓજી દ્વારા બે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનામાં પાંચેક લૂંટારુઓના નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંજાર (કચ્છ)માં થયેલી 62 લાખના જીરૂની ચોરીનો જામનગર એસઓજીએ ભેદ ઉકેલ્યો છે. જીરું ભરેલી ટ્રક સાથે બે પકડાયા છે. જામનગર એસઓજી પોલીસે જીરું ભરેલી ટ્રક અને એક સ્કોર્પિઓ સાથે બે શખ્સોને દબોચી લીધા હતા. જીરું ભરેલી 539 નંગ બાજકા સાથે રૂપિયા પોણા કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જામનગર નજીક મસિતીયા ગામના બે શખ્સોએ જીરું ચોરી ટ્રકમાં ભરી વાડીએ લઈ આવ્યા હતા. આબેદીન ઓસમાણ ખફી, ગફાર આમદ ખફી બંને માસિતિયા વાળા શખ્સોની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા આરોપીઓની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.

શું હતો સમગ્ર મામલો?

અંજાર તાલુકાના વરસાણા ગામે જીરું ભરેલી ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનરને પટ્ટા તથા હાથથી માર મારી હાથ પગ બાંધી, બંધક બનાવી મોબાઈલ, રોકડ રકમ તથા ટ્રકમાં ભરેલું જીરૂની લૂંટ કરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ હતી.

રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ડ્રાઇવર – ક્લિનર પર હુમલો કરી લૂંટબી ઘટનાને અપાયો હતો અંજામ

આ માલ ગાંધીધામ ખાતે લઈ જવામાં આવતો હતો. દરમિયાન ગાડી અંજારના વરસાણા નજીક રાત્રિના બે ત્રણ વાગ્યાના અરસામાં પહોંચતા ડ્રાઈવરને ઉંઘ આવતાં ગાડી સાઈડમાં કરી સુઈ ગયા હતાં. તે દરમિયાન ગાડીની કેબિનમાં ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા અને ડ્રાઇવર તથા ક્લીનરને પટ્ટાથી અને હાથથી માર મારી ડ્રાઇવરનો લાવા કંપનીનો સાદો મોબાઈલ કિંમત રૂપિયા 2000 તથા તેની પાસે રહેલ રૂ. 6,000 રોકડ અને ક્લીનરનો વિવો કંપનીનો સ્માર્ટફોન કિંમત રૂ. 5,000 લઈ ગયા અને તેઓના હાથ પગ બાંધી ગાડીની કેબિનમાં બંધક બનાવી દીધા હતા.

ત્યારબાદ આ અજાણ્યા ત્રણ ઈસમો ટ્રકને ફલ્લાગામ જામનગર ખાતે લઈ ગયા અને તેમાં રહેલ જીરાની 540 બોરીઓ ઉતારી લઈ નાસી ગયા હતા. અંજાર પોલીસે ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે બે આરોપીને પકડી લેતા સમગ્ર મામલે હાલ તપાસનો ધમધનાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.