Abtak Media Google News

તા. ૨૧.૭.૨૦૨૩ શુક્રવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ ત્રીજ, મઘા નક્ષત્ર, વ્યતિ.  યોગ, વણિજ     કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ) : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો,  તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

સિંહ (મ,ટ) :  આજના દિવસે કામકાજમાં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ  થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે,  સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે,  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

 આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અભિશાપ કે વરદાન!!!???

અગાઉ લખ્યા મુજબ સૂર્યની કર્ક સંક્રાંતિની અસર તળે સર્વત્ર જળબમ્બાકાર થઇ રહ્યું છે તો બીજી તરફ સૂર્ય બુધ બુધાદિત્ય યોગ કોઈ ક્રૂર ગ્રહોની અસર નીચે નથી માટે શેરબજાર પુરબહાર તેજીમાં ચાલ્યું જાય છે વળી  રોકાણકારોની ચાંદી થઇ રહી છે અને અગાઉ લખ્યા મુજબ સત્તાની ચોપાટ પર કેટલીક મહિલાઓની ચર્ચા થઇ રહી છે અને રાજનીતિથી લઈને જાહેરજીવનમાં મહિલાઓના ચહેરા ઉપસી રહ્યા છે વળી વિપક્ષ પણ એક નવું રૂપ લઈને આવી રહ્યો છે .

સૂર્ય બુધ બુધાદિત્ય યોગ અને ગુરુ રાહુ ચાંડાલ યોગની અસર નીચે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ મહત્વનો મુદ્દો બનતો જાય છે અને અગાઉ અનેક વાર અત્રે લખ્યા મુજબ સંશોધકો જ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સને ભવિષ્ય માટે ખતરાની નિશાની બતાવી રહ્યા છે અને જો તેનો સંયમિત ઉપયોગ ના કરવામાં આવે તો તેના દુષ્પરિણામો બહુ જ ઝડપ થી આવતા જોવા મળશે. અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે અવકાશમાં થી તરંગો પણ ખુબ સ્ટ્રોંગ આવતા હોય છે જેનો સામનો કરવા માટે જ આ માસ માં વિવિધ પૂજા અને વ્રતનું વિધાન છે વળી આ માસમાં ખાસ કરીને શનિ મંગળ સામસામે હોવાથી અકસ્માતોની હારમાળા જોવા મળે માટે ખાસ કરીને અકસ્માતોથી સાવધ રહેવું જરૂરી બને.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
        ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.