Abtak Media Google News

રામકૃષ્ણ આશ્રમ ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીની ઉપસ્િિતમાં ઈન્ટર ફેઈ હાર્મની ફોર ગ્લોબલ સિવિલાઈઝેશન સેમિનાર યોજાયો

રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ જણાવ્યું છે કે સહિષ્ણુતા એ હિન્દુ ધર્મનો મુખ્ય ગુણ છે અને વૈશ્વિક શાંતિ, ભાઇચાર તા સુસંવાદિતા માટે તમામ ધર્મના લોકોએ સો મળીને કાર્ય કરવું જોઇએ.

અહીં યાજ્ઞિક રોડ સ્તિ રામકૃષ્ણ આશ્રમમાં યોજાયેલા ઇન્ટર ફેઇ હાર્મની ફોર ગ્લોબલ સિવિલાઇઝેશન સેમિનારમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતા રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે સવાસો વર્ષ પહેલા વિવેકાનંદ સ્વામીએ પશ્ચિમી દેશોને ભારતીય સંસ્કૃતિ, વેદાંત અને હિન્દુ ધર્મના મૂળભૂત વિચારોી સારી રીતે અવગત કરાવ્યા હતા.

20180624104425 Img 2389૧૯મી સદીમાં તેમણે વિવિધ દેશોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પણ વિશ્વના તમામ ધર્મ તા સંપ્રાદયોનું મહત્વ તે સમજ્યા હતા. વૈશ્વિક શાંતિ, સહજીવન માટે તમામ ધર્મ વચ્ચે સુસંવાદિતા અને ભાઇચારાની જરૂર છે.

કોહલીએ જણાવ્યું કે, સ્વામિ વિવેકાનંદજીએ નવા ભારતનું સ્વપ્ન પણ જોયું હતું અને તેને સાકાર કરવા માટે યુવાશક્તિને પારખી હતી. યુવાનોને દેશ તા માનવમાત્રના ઉતન માટે કામ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે તરછોડાયેલા લોકોની પણ સેવા કરી હતી.  તેમણે સ્વામિ વિવેકાનંદજીએ કરેલા કાર્યોની યાદ અપાવી હતી અને કહ્યું કે ભારતના સાંસ્કૃતિક વારસો તા વેદાંત પ્રત્યે લોકોમાં દૃઢ આસ અને વિશ્વાસ રોપ્યા હતા. સનાતન ધર્મ, સ્વજાગૃતિ તા યોગનું મહાત્મ્ય તેમણે આપણને સારી રીતે સમજાવ્યું હતું. રાજ્યપાલએ આજના આધુનિક વિજ્ઞાનના યુગમાં વૈશ્વિક નૈતિક્તાની જરૂરિયાત પણ વર્ણવી હતી.

રાજ્યપાલે આ સેમિનાર યોજવા બદલ રાજકોટના રામકૃષ્ણ આશ્રમને અભિનંદન પાઠવ્યા હતા. રામકૃષ્ણ આશ્રમના ઉપપ્રમુખ ગૌતમાનંદજી મહારાજે પ્રાસંગિક પ્રવચનમાં સમગ્ર વિશ્વમાં રહેલી વિવિધમાં એકતા, માનવમાત્ર સમાનતાનો લોકોએ સ્વીકાર કરવો પડશે. આત્મિક શુદ્ધિ, સહિષ્ણુતા, સેવાભાવ એ તમામ ધર્મોનો સાર છે.

આ વેળાએ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિપસિપલ કમિશનર બી. એન. પાની, કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.