Abtak Media Google News

Table of Contents

મહાપાલિકા વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિષયક પ્રદર્શન અને નિદર્શન યોજશે

ઈન્ડસ્ટ્રીઝ, મોલ તેમજ હાઈરિસ્ક વિસ્તારોમાં મચ્છર, મચ્છરના પોરા, પોરાભક્ષક માછલીઓનું જીવંત નિદર્શન કરાવીને આરોગ્યલક્ષી શિક્ષણ અપાશે

ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરની ઉત્પતી રોકવા આટલુ અવશ્ય કરવું

* બિન જરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.

* પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

* ફ્રિજનીટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.

* પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવા ચુસ્ત ઢાંકીને રાખીએ. હવા ચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવા ચુસ્ત ઢાંકીને રાખીએ.

* અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.

* છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.

* ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.

ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં દેશમાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ સાથે ૧૬ મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુ તાવનો ફેલાવો-ડેન્ગ્યુ ઉત્પન્નકરતા વિષાણુ ચેપી મચ્છરના કરડવાથી થાય છે.આ માદા એડીસ મચ્છર કાળા કલરનો સફેદ ટપકાવાળો હોય છે.આ મચ્છર ડેન્ગ્યુના દર્દી ને કરડી ચેપી બની એકઅઠવાડીયા પછી આ ચેપી મચ્છર સ્વસ્થ માણસને કરડી ચેપ ફેલાવે છે.

ડેન્ગ્યુ તાવના લક્ષણો : સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે, થાય. ઉકત લક્ષણો જણાયે તુરંત ડોકટરનો સં૫ર્ક કરવો, સમયસર સારવાર લેવાથી અને તકેદારી રાખવાથી ડેન્ગ્યુ રોગ થી બચી શકાય છે.

ડેન્ગ્યુ ફેલાવવા એડીસ મચ્છર આ૫ણા ઘરમાં તથા ઘરની આસપાસ રહેલ માનવસર્જિત પાત્રોમાં જ ઉત્૫ન્ન થાય છે. આ મચ્છર ચોખ્ખા અને બંઘિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે. માનવસર્જીત પાત્રો જેવા કે સિમેન્ટની ટાંકા, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ભંગાર, અગાશી, છજજામાં જમા રહેતા પાણીમાં જ આ મચ્છર ઇંડા મુકે છે. જેમાંથી ૭-૧ર દિવસમાં પુખ્ત મચ્છર બને છે.

મહાન ગરપાલિકા દ્વારા  ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ  નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવા આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના શહેરીજનોને ડેન્ગ્યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ઉત્૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ શેરી પ્રદર્શન અને પત્રિકા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.