Abtak Media Google News

કેશોદ, જય વિરાણી:

રાજ્યમાં કોરોના અટકાવવા સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે. વાયરસની વૈશ્વિક મહામારી સામે લડવા રાજ્યમાં સરકારે રસીકરણ વધાર્યું છે. પણ વેકસીનને લઈ ઘણા કેન્દ્રો પર પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે કેશોદમાં રસીની અછત અથવા તો રસી લેવા માટે ટોકન જલ્દી ન મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. રાજ્યભરમાં વેપારીઓને માટે ખાસ રવિવારે પણ રસીકરણ અભિયાન ચાલુ રાખવાનો સરકારે નિર્ણય જારી કર્યો છે. પણ આ વચ્ચારે જૂનાગઢના કેશોદમાં વેકસીન માટે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો.

રાજ્યમાં સરકાર દ્વારા ધંધારોજગાર ચલાવવા માટે વેકસીન લેવી ફરજીયાત કરવામાં આવી છે. જેને લઈ વેપારીઓ વેકસીન લેવા ઊમટતા હોય છે.જોકે જૂનાગઢના કેશોદમાં વેપારીઓએ વેક્સિન માટે હોબાળો મચાવ્યો છે.કેશોદમાં વેપારીઓ રસી લેવા માટે ટોકન લેવા ૩ કલાકથી રાહ જોઈ રહ્યા હતા. પણ ટોકન વધુ સમય રાહ જોવા છતાં ન મળતા નારાજ થઈ વેપારીઓ પરત ફર્યા હતા.

વેકસીનેશન કેન્દ્રો પર એક બાજુ ધાેધમાર વરસાદમાં વેક્સિન લેવા વેપારીઓની ભારે ભીડ જોવા મળી હતી. બીજી બાજુ જૂનાગઢના કેશોદ તાલુકામાં પ્રાથમિક શાળા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સાેશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ત્યારે આ અંગે રાજકીય આગેવાનાે અને વેપારીઓ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.