Abtak Media Google News

આચાર સહિતા અમલી બને તે પૂર્વે ગૃહ વિભાગ દ્વારા બદલીનો ઘણવો: ટૂંક સમયમાં પીઆઇ અને પીએસઆઇની બદલીના ઓર્ડર

વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની હોવાથી આચાર સહિતા અમલી બને તે પહેલાં ગૃહ વિભાગ દ્વારા ૫૭ આઈપીએસ અને ત્રણ જીપીએસ પોલીસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢયો છે. આઇપીએસ અધિકારીઓ બાદ ટૂંક સમયમાં જ પીઆઇ અને પીએસઆઇની બદલીના ઓર્ડર થવાના હોવાના નિર્દેશ મળી રહ્યા છે.

ગાંધીનગર આર્મ્સ યુનિટમાંથી પ્રમોદકુમારને સિવિલ ડિફેન્સ અમદાવાદમાં, અમદાવાદમાં એસટી નિગમના એડઝીક્યુટીવ ડાયરેકટર વિપુલ વિજોયને રાજયના ટ્રાફિક બ્રાન્ચના જનરલ ડાયરેકટર, અધિક પોલીસ મહાનિર્દેશક વિનોદ મલને એડિશનલ ડાયરેકટર જનલર પોલીસ ગાંધીનગર, ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને કમ્પ્યુટર સેલના વડા સંજય શ્રીવાસ્તવને એડિશનલ જનલર પોલીસ ડાયરેકટર, પોલીસ નવરચના વિભાગના વી.એમ.પારગીને એડિશનલ જનરલ ડાયરેકટર ઓફ પોલીસ, સુરત રેન્જના જનરલ પોલીસ ડાયરેકટર ડો.શમસેરસિંહને ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને કમ્પ્યુટર સેલ ગાંધીનગર, સુરત સેકટર-૨ના જોઇન્ટ પોલીસ કમિશનર ડો.કે.એલ.એન.રાવને અમદાવાદ સેકટર-૧માં જોઇન્ટ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.

સુરત શહેર પોલીસ કમિશનર એસ.જી.ભટ્ટીને સુરતમાં ટ્રાફિક અને ક્રાઇમ બ્રાન્ચમાં વધુ જવાબદારી સાથે નિમણુંક આપી છે. વડોદરાના જી.એસ.મલિકને સુરત ખાતે બદલી કરાઇ છે. અમદાવાદના જનરલ ઇન્સ્પેકટર ઓફ પોલીસ શ્રીમતિ નિરજા ગોટ‚ને અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કમિશનર અને ડેપ્યુટી ઇન્સ્પેકટરની વધારાની જવાબદારી સોપી છે.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના એસ.એસ.ત્રિવેદીને દરિયાઇ સુરક્ષાના વિભાગમાં નિમણુંક આપવામાં આવી છે. ગાંધીનગર જનરલ ઇન્સ્પેકટર એન.એન.કોમરને પોલીસના આધૂનિકરણ અને પ્લાનિંગ વિભાગ ગાંધીનગરમાં, કચ્છ બોર્ડર રેન્જના એ.કે.જાડેજાને અમદાવાદ જનરલ પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ સેકટર-૧ના જોઇન્ટ પોલીસ કમિશનર પિયુશ પટેલને કચ્છ બોર્ડર રેન્જમાં, અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર આર.જે.સવાણીને ગાંધીનગરમાં જનરલ ઇન્સ્પેકટર તરીકે, ગાંધીનગર જનરલ ઇન્સ્પેકટર બ્રજેશકુમાર ઝાને પંચમહાલ જિલ્લામાં જનરલ ઇન્સ્પેકટર તરીકે, પંચમહાલના જનરલ ઇન્સ્પેકટર એ.ડી.ચુડાસમાને વડોદરા રેન્જ જનરલ ઇન્સ્પેકટર તરીકે, ગાંધીનગરના જનરલ પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.પટેલને સુરત સેકટર-૧માં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે, વડોદરા પોલીસ ટ્રેનિંગ સ્કૂલના પ્રિન્સિપાલ એસ.એમ.ખત્રીને ગાંધીનગર જનરલ પોલીસ અને દરિયાઇ સુરક્ષા વિભાગનો હવાલો સોપવામાં આવ્યો છે.

ગાંધીનગરના જનરલ પોલીસ ઇન્સ્પેકટ કે.જી.ભટ્ટીને વડોદરા જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે, અમદાવાદ શાહીબાગના જનરલ પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ત્રિવેદીને વડોદરા જનરલ પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ સેકટર-૨ના એડિશનલ પોલીસ કમિશનર ડી.બી.વાઘેલાને સુરત સેકટર-૨માં પોલીસ કમિશનર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

ગાંધીનગર મેડિકલ વિભાગના મેનેજીંગ ડાયરેકટર ડો.વિપુલ અગ્રવાલને અમદાવાદ એડિસનલ પોલીસ કમિશનર તરીકે, વડોદરાના ડેપ્યુટી પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.ચાવડાને ગાંધીનગર જનરલ પોલીસ ઇન્સ્પેકટર તરીકે, ગાંધીનગરના જનરલ પોલીસ ઇન્સ્પેકટર જે.આર.મોઢારીયાને અમદાવાદ ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ તરીકે, ગાંધીનગરના ડેપ્યુટી ઇન્સ્પેકટર પોલીસ શ્રીમતિ અર્ચના શિવહરેને વડોદરા પોલીસ ટ્રેનિંગ કોલેજમાં, ભાવનગરના એસ.પી. દિપાકંર ત્રિવેદીને ગાંધીનગર જનલર પોલીસ ઇન્સ્પેકટર, ગાંધીનગર એસ.પી. અશોક યાદવને અમદાવાદ સેકટર-૨ના ડીસીપી તરીકે, વડોદરા એસ.આર.પી.ગૃપ-૯ના વડા આર.એસ.યાદવને નર્મદા કેવડીયા કોલોનીમાં, અમદાવાદ વેસ્ટન રેલવેના એસ.પી. એસ.કે.ગઢવીને ગાંધીનગરમાં પોલીસ હાઉસીંગ કોર્પોરેશનમાં, અમદાવાદના એસ.પી.પ્રેમવીરસિંગને દાહોદમાં એસ.પી. તરીકે નિમણુંક આપવામાં આવી છે.

નવસારીના એસ.પી. એમ.એસ.ભરાડાને પશ્ર્ચિમ કચ્છના પોલીસ વડા બનાવવામાં આવ્યા છે. અમદાવાદ ઝોન-૧ના ડીસીપી બીપીન આહિરને સુરત ઝોન-૩ના ડીસીપી તરીકે, ગાંધીનગરના દિવ્યા મિશ્રાને અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-૧માં નિમણુંક આપવામાં આવી છે. પિશ્ર્ચમ કચ્છના એસ.પી. મકરંદ ચૌહાણને આણંદ જિલ્લા પોલીસ વડા તરીકે, દેવભૂમી દ્વારકાના એસ.પી.આર.જે.પારગીને અમદાવાદ ઝોન-૭માં ડીસીપી તરીકે, સાબરકાંઠાના એસ.પી. પી.એલ.મલને ભાવનગર જિલ્લા પોલીસ વડા, દાહોદના એસ.પી. એમ.એલ. નિનામાને અમદાવાદ એસ.પી. તરીકે, સુરતના ઝોન-૪ના ડેપ્યુટી કમિશનર એમ.એસ.ભાભોરને વડોદરા ઝોન-૧માં, મહિસાગરના એસ.પી. એમ.કે.નાયકને સુરત ‚રલ એસ.પી., જામનગરના શ્રીમતિ શોભા ભૂતડાને પોરબંદર એસ.પી. તરીકે, અમદાવાદ ઝોન-૪ના ડીસીપી પી.વી.રાઠોડને અમદાવાદ પશ્ર્ચિમ રેલવે ડીસીપી, નર્મદા બટાલીયન કેવડીયા કોલોનીના કે.એ.નિનામાને સુરત ડીસીપી, અમદાવાદ ઝોન-૭ના ડીસીપી વિધી ચૌધરીને સુરત ઝોન-૨માં, સુરત ડીસીપી વિશાલ વાઘેલાને ગાંધીનગર ડીસીપી, વડોદરા ઝોન-૧ના ડીસીપી ડો.લીના પાટીલને સુરત ઝોન-૪માં ડીસીપી તરીકે નિમણુંક આપી છ.

આ ઉપરાંત શ્ર્વેતા શ્રીમાળી, નિરલીપ્તરાય, તરૂણ દુગલ, સરોજકુમારી, શૌરભસિંગ, રાહુલ ત્રિપાઠી, રોહન આનંદ, મનિષસિંગ, જી.એ.પંડયા અને એમ.એસ.સુધાપાંડે તેમજ જીપીએસ બી.એસ.જાની, એન.એ.મુનિયા, એસ.વી.પરમાર અને રાજકોટ જિલ્લા જેલના સુપ્રિટેન્ડન્ટ બી.જે.નિનામાને સુરત ડીસીપી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.