Abtak Media Google News

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ટ્રાવેલ ઉત્સવ યોજાયો

છેલ્લા ર૪ વર્ષથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની પ્રવાસ ઉત્સુક જનતાનો સાથ સહકાર મળતો આવ્યો છે તેવું સૌરાષ્ટ્રનું ટ્રાવેલની દુનિયામાં ગુંજતું નામ એટલે બેસ્ટ ટુર્સ એનડ ફોરેક્ષ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ગઇકાલના રોજ ઇમ્પેરિયલ પેલેસ ખાતે ટ્રાવેલ ઉત્સવ-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૨૦ ના ઇન્ટશનેશનલ તથા ડોમેસ્ટીક ગ્રુપ પ્રવાસો પર મેગા ડિસ્કાઉન્ટ તથા સ્પોટ બુકીંગ પર છુટ આપવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં પ્રવાસ ઉત્સુક લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. અને ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લીધો હતો.

Advertisement

ર વર્ષથી બેસ્ટ ટુર્સ સાથે સંકળાયો છું, બેસ્ટ સર્વીસીસ આપવામાં અવ્વલ: સંદિપભાઇ દાવડા

Dsc 6890 Dsc 6907 Dsc 6901

અબતક સાથેની વાતચીત દરમિયાન કસ્ટમર સંદીપભાઇ દાવડાએ જણાવ્યું હતું કે બેસ્ટ ટુર્સ દ્વારા આજે ટ્રાવેલસ ઉત્સવ-૨૦૨૦ માં જે પેકેજીંગ આપવામાં આવે તે ઇન્ડિયામાં સૌથી લોએસ્ટ પ્રાઇઝ  અને બેસ્ટ પ્રોકકટસ આપવામાં આવે છે. ૧ર વર્ષથી મારા પરિવાર, મિત્રો બધાનુ બુસ્ટ ટુર્સમાંથી પ્રવાસે મોકલું છું. અત્યાર સુધીમાં હું દુબઇ, સિંગાપોર, મલેરીયા, થાઇલેન્ડ યુરોપ, ન્યુઝીલેન્ડ ત્યારે આજે હું મારા ભાઇ માટે પ્રેકેજીસ ફાઇન્લ કરવામાં આવ્યો છું.

બેસ્ટ ટુર્સ દ્વારા બધી જ સર્વિસીસ આપવામાં આવે છે. વાતાવરણ ટોટલ ફેમેલિયર છે. એવું નથી લાગતું કે કોઇ અજાણ્યા ટુર્સ પાસે આવ્યા છીએ. જે તે જગ્યાએ ગયા પછી ઓનસ સાથે મીટીંગ કે કનેશન હોતું નથી. પરંતુ બેસ્ટમાં ડાયરેકટ ડાયરેકટર સાથે મીટીંગ થાય બધા ફેમેલિયર છે કોપરેટીવ હોય છે.

જેટલું એડવાન્સ પ્લાનીંગ કરો તેટલો વધુ બેનીફીટ મળે: દિપકભાઇ કારીયા

Dsc 6892

અબતક સાથેની વાતચીત દરમિયાન બેસ્ટ ટુર્સ એનડ ફોરેક્ષ પ્રા. ના ડીરેકટર દિપકભાઇ કારીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમે ટ્રાવેલ ઉત્સવ-૨૦૨૦નું આયોજન કરીએ છીએ અમે બેસ્ટ ટુર્સને છેલ્લા ચોવીસ વર્ષથી અમારા ગ્રાહકો સાથ સહકાર આપે છે. તેમને અમારે રિવોર્ડ આપવો જોઇએ.  તેવું સમજીને છેલ્લા ત્રણ વર્ષથી અમે ટ્રાવેલ ઉત્સવ કરીએ છીએ જે પોતાનું વર્ષ આખાનું એડવાન્સ પ્લાનીંગ કરી શકે. તેમના માટે બહુ લાભદાયક હોય છે જેમાં અમે વર્ષ ૨૦૨૦ ના આખા વર્ષ દરમિયાનના કોઇપણ પેકેજનું આજરોજ બુકીંગ કરાવો. તો એવો ભાવ હશે જે આખા વર્ષમાં કયાંયથી નહી મળે હું સૌરાષ્ટ્ર નહી ગુજરાત નહી પુરા ઇન્ડીયાની સરખામણીમાં આપું છું. કે મારા ભાવે મારી પ્રોડકટ ઇફ યુ નો ધી કમ્પેરીઝન તો ના થઇ શકે, અને તે માટે જ ટ્રાવેલ ઉત્સવ શરુ કર્યો છે. જેટલું એડવાન્સ પ્લાનીંગ કરો તેટલો વધુ બેનીફીટ મળે.

ટ્રાવેલ ઉત્સવમાં ગ્રાહકોને છ થી સાત ટકાનું ફલેટ ડીસ્કાઉન્ટ મળશે: વત્સલ કારીયા

Dsc 6895

અબતક સાથેની વાતચીત દરમિયાન બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ  પ્રા. લી. ના  વત્સલ કારીયાએ જણાવ્યું હતું કે આજે ઇમ્પીરીયલ પેલેસ ખાતે ટ્રાવેલ ઉત્સવ-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા: હું વાત કરું તો ઇન્ટરનેશનલ પેકેજમાં આપણી પાસે દુબઇથી શરુ કરીને દુબઇના  જુદા ટાઇપના ર૧ પેકેજીસ છે.

સિગાપોર-થાઇલેન્ડ, સિંગાપોર-મલેશીયા, સિંગાપોર-મલેસીયા-થાઇલેન્ડ ક્રુઝ તેમાં પણ આપણી પાસે પ પ્રકારના પેકેજીસ છે. યુરોપમાં આપણી પાસે પ પ્રકારના પેકેજીસ છે. અલગ અલગ નવા ડેસ્ટીનેશન કેન્ડીનેવીયા, યુ.એસ.એ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, ટર્કી, સાઉથ આફ્રિકા, રશિયા બાકુ, બિસ્કીક ઘણા બધા નવા સેકટર્સ પણ જે રાજકોટ- સૌરાષ્ટ્રમાં નથી મળતા તે પણ અમે બેસ્ટ ટુર્સ એવી ટ્રાઇ કરીએ છીએ કે ગ્રુપ પ્રવાસો ગુજરાતીઓને સાથે ફરવાની ઇચ્છા હોય તો આવી બધી ડેસ્ટીનેશનલ પણ આપીએ છીએ. ડોમેસ્ટીકમાં આખા ભારતમાં ગોવા, ભુટાન, નેપાલ, ઉટી, કોબા કેનાલ, મૈસુર, નૈનીતાલ, જીમકોર્બેટ, હિમાચલ બધા જ પેકેજીસ આવી જાય છે.

આજે ટ્રાવેલ ઉત્સવમાં જે કસ્ટર્મસ આવે છે તેમને એમ તો બધા જ પેકેજીસ પર ડિસ્કાઉન્ટ છે. જ પરંતુ મીનીમમ છ થી સાત ટકાનું ફલેટ ડીસ્કાઉન્ટ આજે અમે આપી રહ્યા છીએ.

અમે કસ્ટમર્સ પર સવિશેષ ઘ્યાન  આપીએ છીએ: અંજલી કારીયા

Dsc 6896

‘અબતક’ સાથેની વાતચીત બેસ્ટ ટુર્સ એનડ ફોરેક્ષ પ્રા.લી. ના અંજલીબેન કારીયાએ જણાવ્યું હતું કે આપણા ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વધારે ટ્રેન્ડ ઇન્ટશ નેશનલની વાત કરીએ તો સિંગાપોર-મલેશીયા, થાઇલેન્ડ, દુબઇ, હોંગકોંગ, મકાઉ આ બજેટેડ સેકટરમાં છે અત્યારે યુરોપનો ટ્રેન્ડ વધારે ચાલ્યો છે.

હોંગકોંગ મકાઉ યુરોપની પ્રાઇઝમાં કમ્પેર કરો. તો ઓલમોસ્ટ પંદર હજારનો જ ડિફેરેન્સ હોય તો બધા યુરોપ જ પ્રિફર કરે. યંગ જનરેશન ન્યુઝીલેન્ડ સહીત અનેક ડેસ્ટીનેશન પર જવા ઇચ્છે છે ડોમેસ્ટીકમાં ભુતાન, દાજીંલીંગ, હિમાચલમાં વધુ જવાનું પસંદ કરે છે. બેસ્ટ ટુર્સની વિશેષતા એ છે કે તમે કોઇપણ કંપનીમાં જાવ તો તેના ઓનરને નથી ઓળખણ બેસ્ટ ટુર્સમાં તમે ચાર ડીરેકટ છે જે કંપનીને આગળ વધારે છે. તો તમે ડાયરેકટ ઓનર સાથે ટચમાં રહી શકો. ત્યાં કોઇપણ પ્રોબેલેમ થાય તો ઓનરને પણ કોલ કરી શકો છો. તમારા પેકેજમાં કંપનીના ઓનર્સ ઓલરેડી ઇન્વોલ છે. તેમને ખ્યાલ છે કે તમે કયાં ટ્રાવેલ કરો છો.

અમે પર્સનલી બધી જગ્યાએ જઇ ફુડ, રેસ્ટોરન્ટ, કોચ, સર્વિસીસ, હોટેલ અમે ખુબ સિલેકટ કરતા હોય છીએ ત્યાંની કંપની પર ડિપેન્ડન્ટ થઇને નથી કરતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.