Abtak Media Google News

કણકોટમાં રેતી ઠાલવવા બાબતે સામસામે હુમલો: શિવશક્તિ સોસાયટીમાં સાળાએ બનેવીને છરી ઝીંકી

શહેરમાં સામાન્ય બાબતે બોલાચાલી અને મારામારીની ચાર ઘટના નોંધાય છે જેમાં કુલ છ લોકોને બીજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાગોળે આવેલા કણકોટમાં રેતી ઠાલવવા બાબતે વિરમભાઈ મંગાભાઈ રાતડીયા અને રાહુલ બોઘાભાઈ વકાતર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રાહુલ વકાતર પર વિરમ સહિતના ત્રણ શખ્સોએ પાઇપ અને પટ્ટાથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે સામા પક્ષે વિરમભાઈ રાતડીયા જણાવ્યું હતું કે તેનો ઢગલો કરતા પાણીનું નિકાલ ન થતું હોવાનું રાહુલને જણાવતા ઉશ્કેરાયેલા રાહુલ કાળા અને શૈલેષે પાઇપ વડે હુમલો કર્યો હતો.જ્યારે અન્ય બનાવમાં માધાપર ચોકડી પાસે શિવ શક્તિ સોસાયટીમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા મયુરભાઈ વિનોદભાઈ દરજીયા પર તેના જ સાળા રવીએ અને અજય નામના શખ્સે છરી વડે હુમલો કરતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્રીજી ઘટનામાં કુવાડવાના આણંદ પર ગામે રહેતા દિલીપ ગોવિંદભાઈ ગમારા નામના 19 વર્ષના યુવાન પર ગોકુલ ભારું અને અજુએ લાકડી અને ટીકા પાટુનો માર્યો હતો

આણંદપરમાં ઢોર ચરાવવા મામલે યુવાનને ત્રણ શખ્સોએ લમધાર્યો: પુનીતનગરમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને માર માર્યો

આ અંગે દિલીપે જણાવ્યું હતું કે થોડાક દિવસ પહેલા સામેવાળાના ઢોર પોતાની વાડીમાં આવી જતા હતા ત્યારે જે બાબતે સમજાવવા જતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ માર માર્યો હતો.જ્યારે ચોથી મારામારીના બનાવમાં પુનિત નગર વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતો શામજીભાઈ શિવાભાઈ વાઘેલા નામના આધેડે દામજીભાઈ શીવાભાઈ વાઘેલા અને જ્યોત્સના બેન દામજીભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે જે ફરિયાદના આધારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે દામજીભાઈ અને તેના પત્ની જોયત્સના બેન વચ્ચે માથાકૂટ ચાલતી હતી જેમાં દંપતીને છોડાવવા ગયેલા શામજીભાઈ પર દામજી અને જ્યોત્સના બેન હુમલો કર્યાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.