Abtak Media Google News

સન-પ્રોટેક્શનના નામે ફક્ત ઊંચો સન પ્રોટેક્શન ફેક્ટર ધરાવતી ક્રીમ લગાવી લેવી પૂરતું નથી. તો જોઈએ એવી કઈ બીજી ચીજો છે જે શરીરને સન પ્રોટેક્શન આપવા માટે જરૂરી છે.

ટીપ્સ

સનગ્લાસિસ એક આવશ્યક એવી એક્સેસરી છે જેમાં ફેશનેબલ શેપ અને ફ્રેમની સાથે અલ્ટ્રાવાયલેટ (UV) કિરણોથી પ્રોટેક્શન મળે એ પણ જરૂરી છે.

સનગ્લાસિસમાં એ કેટલાં સનરેઝ બ્લોક કરી શકે છે એનું લેબલિંગ કરેલું હોય છે જેમાં ૯૦ કે ૧૦૦  ટકા અલ્ટ્રાવાયલેટ એ અને બી  કિરણો બ્લોક કરી શકે એ સનગ્લાસિસ બેસ્ટ કહેવાય છે.

ચહેરા પર સ્કાર્ફ બાંધો, પરંતુ એ કોટન કે પાતળા મલમલનો જ હોવો જોઈએ, જે ચહેરાને સૂર્યનાં કિરણોથી બચાવવાની સાથે પરસેવો પણ શોષી લેશે અને ઠંડક પણ આપશે. અહીં ડ્રેસિંગ સાથે મેચિંગ એવા રંગબેરંગી પ્રિન્ટેડ સ્કાર્ફનો ઉપયોગ કરી શકાય જે ટ્રેન્ડી પણ લાગશે.

તડકામાં સૂર્યનાં કિરણોને બ્લોક કરવા માટે સન-અમ્બ્રેલા કે જે પેરસોલ નામે ઓળખાય છે એનો ઉપયોગ કરી શકાય. પેરસોલ અને સિમ્પલ અમ્બ્રેલા વચ્ચે સૌથી મોટો તફાવત છે એનું ફેબ્રિક. પેરસોલમાં જે કાપડ વાપરવામાં આવે છે એ વોટરપ્રૂફ નથી હોતું, પણ એ સનપ્રૂફ હોય છે એટલે કે સૂર્યનાં કિરણોને બ્લોક કરવા માટે આ પ્રકારની પેરસૉલ બેસ્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.