બ્લેક હેડસથી કાયમી છુટકારો મેળવવા અજમાવો આ ધરેલું ઉપાય

સુંદર દેખાવું કોને ન ગમે…! પરિધાન અને ધરેણાથી વ્યકિતની સુંદરતા નિખરે છે. પરંતુ શરીરની સુંદરતાના પાયામાં ત્વચા છે. ખાસ કરીને તરૂણ અવસ્થાથી લઇ ૩૦-૩૫ વર્ષની ઉંમર સુધી ત્વચાની કાળનું લેવી જરુરી બની જાય છે. વર્તમાન સમયે જીવનશૈલીમાં આવતા ઉતાર-ચઢાવ ત્વચા ઉપર અસર કરે છે. ખીલ, બ્લેકહેડ જેવી સમસ્યાઓ પાછળ અનેક કારણો જવાબદાર છે. પરંતુ સમસ્યાથી બચવા માટે પણ અનેક ઉપચાર ઉપલબ્ધ છે.

ખાસ કરીને બ્લેક હેડસ આજના દરેક લોકોની સમસ્યા છે ગમે તેટલા સુંદર હોય પરંતુ બ્લેક હેડસ તેની સુંદરતામાં વિઘ્ન છે. ત્વચાના રોમ છિદ્રોમાં જયારે ગંદકી અને તેલ જામી જાય છે ત્યારે ચહેરા પર બ્લેક હેડસની સમસ્યા ઉદભવે છે. બલેક હેડસ ત્વચાની સુંદરતાને ઓછી કરે છે. આજના યુવાનો ચહેરાની સુંદરતા માટે ઘણા બ્યુટી પ્રોડકસ વાપરતા હોય છે ત્યારે બ્લેક હેડસને દુર કરવા ચાલો જાણીએ કેટલાક ઘરગથ્થુ ઉપાયો.

બેકિંગ સોડા

બેકિંગ સોડા ખીલની સાથો સાથ બ્લેક હેડસને દૂર કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. બે ચમચી પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરી તેને વ્યવસ્થિત ભેળવી લેવું, એકદમ સારી પેસ્ટ બની જાય એટલે આ પેસ્ટને ૧પ થી ૨૦ મીનીટ સુધી ચહેરા પર ખાસ કરીને નાકના ભાગ પર લગાવી લેવું ર૦ મીનીટ બાદ હુફાળા પાણીથી ચહેરાને સાફ કરી લેવો.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓકસીડેંટ મૃત ત્વચાને દૂર કરી બ્લેક હેડસને સાફ કરે છે. પાણીમાં સૂકાયેલી ગ્રીન ટી ના થોડાક પાન ભેળવી ઘાટી પેસ્ટ બનાવવી આ પેસ્ટને ચહેરા પર લગાવી ૧પ મીનીટ રાખી મૂકવું ત્યારબાદ ચહેરાને સાદા નળના પાણી વડે ધોઇ લેવી.

ઇંડા

ઇંડાનો સફેદ ભાગ બ્લેક હેડસને દૂર કરવામાં કારગર સાબિત થયા છે. ઇંડાનો સફેદ ભાગ એક ચમચી મધ સાથે ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લાગવી ૧૫ થી ર૦ મીનીટ બાદ ચહેરાને પાણી વડે ધોઇ લેવો આમ રેગ્યુલર કરવાથી બ્લેક હેડસનો દૂર થશે સાથો સાથ ચહેરામાં નવી ચમક પણ આવશે.

ટામેટુ

ટમેટામાં રહેલા એન્ટબેકટેરીયલ ગુણ ત્વચાના બ્લેક હેડસને સાફ કરે છે સૂતા પહેલા ટમેટાને વચ્ચેથી કાપી તેના પલ્પને ચહેરા પર લગાવી આખી રાત રાખી મૂકવું સવારે ઉઠીને ચહેરાને સાદા પાણી વડે ધોઇ નાખવું આમ કરવાથી ચહેરો કાંતિમય બનશે અને બ્લેકહેડસ પણ નહીં થાય.

તજ

authoritynutrition.com

એક ચમકી તજ પાડવરને લીંબુના રસમાં ભેળવી તેની પેસ્ટ બનાવવી આ પેસ્ટમાં થોડું હળદર પાવડર પણ મેળવી શકાય છે. આ પેસ્ટને ચહેરા ઉપર લગાી ૧પ મીનીટ સુધી રાખી મુકવું

ત્યારબાદ સાદા ઠંડા પાણીથી ચહેરા ધોઇ નાખવો, આમ કરવાથી ચહેરાના રોમ છિદ્રોમાં કસાવટ આવે છે અને ડેડસ્કિન દૂર થાય છે.