Abtak Media Google News

ઉનાળો આવતાની સાથે દરેકના ઘરે-ઘરે લીંબુના રસનો ખાસ ઉપયોગ થતો હોય છે. ત્યારે તેની છાલ તેના રસ બાદ નકામી થઈ જતી હોય છે. પણ, તેના રસની સાથે જો છાલનો પણ ઉપયોગ અનેક વાનગીઓ અને ક્યુસીનમાં કરવામાં આવે છે. તેનો સ્વાદ અને તેની ગુણવતા ખૂબ જ સારી છે. તે દિનચર્યાના વિવિધ કામમાં પણ ખૂબ ઉપયોગી બની શકે છે. તેની તમને ખબર છે ? ઘરની અનેક મોટી દેખાતી સમસ્યા તેનાથી ખૂબ સરળ બની શકે છે.

વાસણ ઉટકો

દરેક ઘરે અનેક પ્રકારના દિવસભરમાં વાસણ થતાં હોય છે. તે પછી નાસ્તાના હોય કે જમ્યા પછીના. તેને સાફ કરવા તે ખૂબ અઘરી વાત છે ત્યારે હવે લીંબુની છાલ સાથે તમે તમારા વાસણ ઉટકશો તો તેનાથી તમને એકદમ સાફ અને ચમકતા વાસણ મળી જશે.

જીવાત દૂર થશે

વાતાવરણમાં આવતા અનેક બદલાવ તમારા ઘરમાં અનેક સ્થાન પરથી જીવાત તેમજ જીવળા લાવતા હોય છે. આ જીવાતને દૂર કરવી તે સમસ્યા થોડી અઘરી લાગે છે. ત્યારે તમારા ઘરના બગીચા સાથે ઘરમાં લીંબુની છાલ થોડો સમય રાખો તેનાથી  આ સમસ્યાનો ઉકેલ તરત આવશે.

ત્વચાની કાળજી

સુંદરતામાં વિશેષ સ્થાન ભજવતી તે ત્વચા જેને દરેક વ્યક્તિ વધુ કોમળ અને સુંદર દેખાડવા માંગતા હોય છે. ત્યારે આ લીંબુના રસ બાદ તેની છાલ તમને આપી શકશે તમારી આ સમસ્યાનો ઉકેલ. તો દિવસમાં ૧૦ મિનિટનો સમય તમારી ત્વચા પાછળ આપી અને તેને ચેહરા પર ઘસો તેનાથી તમારી ત્વચાને થશે  અનેક ફાયદા.

ફ્રેગરન્સ ફેલાવે

લીંબુ તે પોતે ખૂબ અલગ અને એકદમ સરસ સુગંધ ફેલાવે છે. તે મુખ્ય રીતે અનેક લોકોને ખૂબ પ્રિય હોય છે. લીંબુ તે કોઈપણ પ્રકારની ખરાબ દુર્ગંધને ફટ દઈ દૂર કરી નાખે છે. તો તમારા ઘરમાં લીંબુની છાલનો ઉપયોગ આ રીતે કરો અને ઘરને ક્ષણોમાં મહેકાવો. ઘરે લીંબુ છાલને ઉતારી સરસ બરણીમાં સજાવી એક જગ્યા એ રાખો જ્યાં પવન આવતો હોય તે તમારા ઘરને મહેકાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.