Abtak Media Google News

ભાણવડ નજીક રિક્ષામાંથી ૧૬૮ બોટલ અને ચરકલા ગામેથી આર.આર. સેલ ૯૨ દારૂ કબ્જે કર્યો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ અને દ્વારકામાં આર.આર. સેલે પોલીસે વિદેશી દારુના દરોડા પાડી ૨૬૯ વિદેશી દારૂની બોટલ, છકડો મળી કુલ રૂ ૧.૫૫ લાખના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ભાણવડના મોરઝર ગામના ડેમ પાસે પોલીસે પેટ્રોલીગ દરમિયાન છકડા રીક્ષાને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ ૯૭,૨૦૦ ની કિંમતની વિદેશી દારુની ૧૬૮ બોટલ મળી આવતા કબજે કરી છકડા ચાલક મઝહર ગામનો જયસુખ પીઠાભાઇ બગડા નામના શખ્સની પોલીસે ધરપડક કરી છે. જયારે બીજો દરોડો આર.આર.સેલે બાતમીના આધારે દ્વારકાના ચકલા રોડ પર આવેલી મનીષ લક્ષ્મણ નકુમની વાડીમાં પાડી રૂ ૩૭,૯૦૦ની કિંમતની વિદેશી દારુની ૯૨ બોટલ ઝડપી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.