Abtak Media Google News

શહેરની બે બેઠકોમાં હાલ ઉમેદવારોની સંખ્યાનો આંકડો ૧૬ થી ઉપર: તંત્ર વ્યવસ્થામાં વ્યસ્ત

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ કુલ ૧૪૧ ઉમેદવારો ફાઈનલ થયા છે. હજુ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોની અંતિમ સંખ્યા કાલે જાહેર થશે. ત્યારે ૧૬ થી વધુ ઉમેદવારો ધરાવતી બેઠકોમાં બે ઈવીએમ મશીન મુકવા પડશે. ઉમેદવારોની વધુ સંખ્યા હોવાથી તંત્ર ઈવીએમની વ્યવસ્થાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયું છે.  ઈવીએમ મશીનમાં ૧૬ ઉમેદવારોનું જ લીસ્ટ જોઈ શકાતું હોવાથી ૧૬થી વધુ ઉમેદવારો ધરાવતી બેઠકોમાં બે ઈવીએમ મશીનોની જરૂર પડશે. હાલની સ્થિતિ જોવા જઈએ તો રાજકોટ પૂર્વમાં ઉમેદવારીનો સંખ્યા ૧૭ છે. જો ફોર્મ પરત નહીં ખેંચાશે તો બેઠકના ૨૪૪ મતદાન મથકો માટે ૪૮૮ ઈવીએમની જરૂર પડશે.

Advertisement

૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠકમાં ૨૬ ઉમેદવારો છે. આ બેઠકના મતદાન મથકો ૩૦૦ છે. જેથી ૬૦૦ ઈવીએમની જરૂર પડશે. આમ રાજકોટની ચાર વિધાનસભા બેઠકમાંથી બે બેઠકોના ઉમેદવારોની સંખ્યા ૧૬ થી વધુ છે. ઈવીએમ સાથે વીવીપેટનો પ્રથમવાર ઉપયોગ થતો હોવાથી લોકો પહેલાથી જ આ અંગે થોડી અસમજણ ધરાવે છે ત્યાં વધુમાં એક ઈવીએમની બદલે બે ઈવીએમ હોવાથી લોકો વધુ ગુંચવાશે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.