Abtak Media Google News

ગુજરાત કેડરના વધુ બે આઈપીએસ અધિકારીઓને સીબીઆઈમાં પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર મુકવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. જેમાં 2015ની બેચના મહેસાણાના એસપી અચલ ત્યાગી અને 2016ની બેચના આણંદ એસપી પ્રવિણકુમારનો સમાવેશ થાય છે. આ અગાઉ ગુજરાતમાંથી મનોજ શશીધરન, ગગનદીપ ગંભીર, વી. ચંદ્રશેખર, હિમાંશુ શુકલા, પિયુષ પટેલ અને અમીત વસાવાને ડેપ્યુટેશન પર મોકલવાનો ઓર્ડર થયો હતો. અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાને હજુ છુટા ના કરવામાં આવ્યા હોવાની વિગતો મળી છે. આમ, ગુજરાત સાત જેટલા આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા એસ.પી. ત્યાગી અને આણંદ જીલ્લા પોલીસ વડા પ્રવિણકુમારની પાંચ વર્ષ માટે સીબીઆઇમાં નિમણુંક

કેન્દ્ર સરકારે અગાઉ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી મનોજ શશીધરનને એડી.ડાયરેક્ટર સીબીઆઈ, ગગનદીપ ગંભીરને સીબીઆઈના ડીઆઈજી તરીકે મુક્યા હતા. અમદાવાદ ગ્રામ્યના એસપી અમિત વસાવાને સીબીઆઈના એસપી તરીકે પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય કેન્દ્ર સરકારે નવેમ્બરમાં લીધો હતો. કેન્દ્ર સરકારે સીબીઆઈમાં વધુ બે એસપી કક્ષાના અધિકારીઓને સીબીઆઈના એસપી તરીકે મુકવાનો નિર્ણય લીધો છે. જેમાં અચલ ત્યાગી અને પ્રવિણકુમારનો સમાવેશ થાય છે. જો કે, અમીત વસાવા સહિત આ ત્રણે અધિકારીઓને છૂટા કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ગુજરાતમાંથી સુરત રેન્જના આઈજી વી.ચંદ્રશેખરને સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય નવેમ્બરમાં લેવાયો હતો. આ ઉપરાંત ગુજરાત કેડરના આઈપીએસ પિયુષ પટેલને બીએસએફના આઈજી તરીકે અને આઈપીએસ હિમાંશુ શુકલાને પણ સ્પેશ્યલ કમિશનર તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર મોકલવામાં આવ્યા હતા.

આઇપીએસ પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં ફરજ બજાવતા હતા.  પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે આઇ.આઇ.ટી.બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી.  યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મેળવી આઇ.પી.એસ પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે  પ્રોબેશન  ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં  રાજકોટ ડીસીપી ઝોન-1 માં નિમણૂક થય હતી.જ્યાં ટ્રાફિક , સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. જ્યારે .મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા  ડો. પાર્થરાજસિંહ ગોહિલની રાજકોટ શહેર નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ)માં બદલી કરવામાં આવતા તેમની જગ્યાએ  અમદાવાદ શહેર ઝોન-5 માં ફરજ બજાવતા અચલ ત્યાગીને મૂકવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.