Abtak Media Google News

જેતપૂરનાં ટાકોદીપરામાં પટેલ સમાજ પાસે વાસણની દુકાન ધરાવતા બે વેપારીઓ ગઈકાલ સાંજે જૂનાગઢથી વાસણની ખરીદી કરી પરત ફરતી વેળાએ ડમ્પરે હડફેટે લેતા એક વેપારીનું ઘટના સ્થળે મોત નિપજયું જયારે બીજા વેપારીનું સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મૂજબ જેતપૂરના ટાકોદીપરામાં પટેલ સમાજ પાસે વાસણની દુકાન ધરાવતા ગિરિશભાઈ સાંગાડા અને તેમનો ભાગીદાર પરસોતમભાઈ આંબલીયા ગઈકાલ સાંજે જૂનાગઢથી વાસણની ખરીદી જેતપૂર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર પૂર ઝડપે આવતા ડમ્પરે હડફેટે લેતા ગીરીશભાઈનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ. જયારે પરસોતમભાઈને સીવીલ હોસ્પિટલે ખસેડતા તેમનું સારવાર દરમ્યના મોત નિપજયું હતુ. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળે ડમ્પર મૂકી ફરાર થતા પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.