Abtak Media Google News

બંનેએ લોન ભરપાઇ માટે આપેલા ચેક રિટર્ન થયા’તા

રાજકોટ નાગરિક બેંકની ડો. યાજ્ઞિક રોડ શાખાના બે ડિફોલ્ટરોને કોર્ટ એક એક વર્ષની કેદ ફટકારી છે. બેંકમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરો માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકની ડો. યાજ્ઞિક રોડ શાખાના ખાતેદારે ભગીરથસિંહ વાઘેલા અને પરાબજાર શાખાના ખાતેદાર મહેબુબભાઇ માંડલીયાને ધિરાણ અપાયું હતું. થોડા સમય બાદ આ બંને ખાતા ડિફોલ્ટર (એનપીએ) થયા હતા. ખાતેદારોએ આપેલ વસુલી રકમનો ચેક પરત ર્ફ્યો હતો. જેથી બેંકે તા. 6/11/2017નાં ભગીરથસિંહ વાઘેલા અને તા. 7/11/2017નાં મહેબુબભાઇ માંડલીયા સામે રાજકોટની નેગોશિએબલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ ર્ક્યો હતો. બંને એ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

આથી, એડી.સિનિય સિવીલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ  કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ ભગીરથસિંહ વાઘેલાને એક વર્ષની કેદ અને ચેક રિટર્નના વળતરરૂપે રૂ. 50,000/- અને મહેબુબભાઇ માંડલીયાને એક વર્ષની કેદ અને ચેક રિટર્નના વળતર રૂપે રૂ. 6,20,610/-ની રકમ ચુકવવી તેવો આદશ કર્યો હતો. જો ભગીરથસિંહ વાઘેલા ઉપરોક્ત રકમ દિવસ-60માં ન ચુકવે તો બીજા ત્રણ માસની વધારાની કેદ ફરમાવી હતી. મહેબુબભાઇ માંડલીયાને ઉપરોક્ત રકમ દિવસ-60માં ન ચુકવે તો બીજા એક વર્ષની વધારાની કેદ ફરમાવી હતી. ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંક વતી એડવોકેટ રવિભાઇ ગોગિયા, ફરિયાદી ભાવિનભાઇ વેકરીયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.