Abtak Media Google News

ગોંડલના ચોરડી ગામે  પરિણીતાનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યું: બે શખ્સો દુષ્કર્મ આચર્યું

પરિણીતા સગા મામા સાથે લગ્ન કરી રહેતી હતી: સંતાનમાં  9 માસ નો પુત્ર પણ છે

ગોંડલ તાલુકાના ચોરડી ગામે સાકર વાડી વિસ્તાર ના ઝૂંપડામાં રહેતી શ્રમિક પરણિતાના પરિવાર પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરી પરિણીતાનું બુલેટ પર અપહરણ કરી લઈ જઈ બે શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ચોરડી ગામની શ્રમિક પરિણીતાના ઝુંપડા ઉપર હિંમત લાભુભાઈ ચારોલીયા (રહે રતનપુર તાલુકો વઢવાણ) વિજય દેવુભાઈ માથાસુરીયા (રહે ધોળકા જીલ્લો અમદાવાદ) તેમજ હબલો લાભુભાઈ ચારોલીયા (રહે રતનપર) વાળાઓએ શ્રમિક પરિણીતાના ઝુંપડા પર જીવલેણ હુમલો કરી પરિણીતાનું બુલેટ માં અપહરણ કરી રતનપર પાસે લઈ જઈ પ્રથમ હિમતે બાવળ ની કાંટ માં લઇ જઇ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં હબલા એ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

Advertisement

બનાવ અંગે પરિણીતાના પતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે અપહરણનું પગેરું મેળવી રતનપર થી પરણિતાને બચાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ શાભ કલમ 365 376 452 442 506 2 323 114 જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.