Abtak Media Google News

બાકી રહેલી સબસીડી ગ્રાહકોને પરત મળતા જ ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ વધ્યું, સામે ગ્રામ્યમાં લોકોની આવક વધતા અને અર્થવ્યવસ્થા સુદ્રઢ બનતા
ટુ-વ્હીલર વેચાણમાં અધધ વધારો નોંધાયો

સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે દરેક ક્ષેત્રે નવીનતમ પગલાઓ લઈ રહ્યું છે ત્યારે દેશમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા અને દેશને આત્મનિર્ભર બનાવવા સરકારે ઇવેહિકલ ખરીદવા માટે લોકોને સબસીડી આપવાનું પણ નક્કી કર્યું છે ત્યારે હાલ સરકારની આ યોજના ને ધ્યાને લઈ ઈલેક્ટ્રીક વાહનોના વેચાણમાં અધધ વધારો નોંધાયો છે ત્યારે લાકડાકીય માહિતી સામે આવી તેમાં ગત નાણાકીય વર્ષમાં 10 લાખ ઈલેક્ટ્રીક વાહનો વેચાઈ ગયા છે. ગ્રાહકોને 1200 કરોડ રૂપિયાની સબસીડી પણ આપી દેવામાં આવી છે.

ઈલેક્ટ્રીક વાહનોની જ્યારે વાત કરવામાં આવે તો હાલ લોકોને દ્વિ ચક્રીય ઈલેક્ટ્રીક વાહનો ખરીદવું વધુ સરળ બન્યું છે કારણ કે ફોરવીલરમાં બેટરી કોસ્ટ વધતા અને યોગ્ય વળતર ન મળવાના ડરના કારણે લોકો ઈલેક્ટ્રીક કારમાં ખૂબ ઓછું રોકાણ કરી રહ્યા છે અને દ્વિચક્રી વાહનો મોંઘાટ હોવા છતાં પણ તેની ખરીદી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સરકારે ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી માં લોકોને પ્રોત્સાહન મળે તે માટે સબસીડી પણ યથાવત રાખવામાં આવી છે. લો સ્પીડ ઇલેક્ટ્રીક વાહનો ની સંખ્યા 1,20,000 સુધી પહોંચી ગઈ છે જ્યારે ઇરિક્ષાનું વેચાણ 2.85 લાખ ઈ સાઇકલનું વેચાણ 50000 અને હાઈ સ્પીડ ઇલેક્ટ્રીક બાઈકનું વેચાણ 7.26 લાખ ને પાર પહોંચ્યું છે.

વેચાણના આંકડા ખૂબ જ પ્રોત્સાહિત છે. જેમ વધુ ચાર્જિંગ સ્ટેશન ખુલી રહ્યા છે તેમ ખરીદદારનો વિશ્વાસ પણ વધ્યો છે. આ સિવાય સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી પણ ઈવી ઈકોસિસ્ટમને બનાવવામાં મદદ કરી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની સાથે-સાથે ઈલેક્ટ્રિક વાહનો ખર્ચ ઘટાડે છે. એટલું જ નહીં ગ્રામ્ય લોકોની આવક વધતાની સાથે જ અર્થવ્યવસ્થા સુદ્રઢ બની હોવાના પગલે રૂરલ વિસ્તારમાં દ્વિચક્રીય વાહનોના વેચાણમાં અધધ વધારો નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં જે વેચાણનું પ્રમાણ વધ્યું છે તેની પાછળ મુખ્ય કારણ તે પણ છે કે મોંઘી દાટ ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી કરવામાં માત્ર ટુ-વ્હીલર નો જ દબદબો છે અને લોકો ફોરવીલર ગાડીમાં બેટરીનું હાઇકોર્ટ હોવાના પગલે અને વિશ્વાસનો અભાવ હોવાના કારણે તેમાં રૂપિયાનું રોકાણ કરતા નથી.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા જારી આંકડાઓ અનુસાર, ટુ વ્હિલર્સના વેચાણમાં ઓક્ટોબર થી ડિસેમ્બર મહિના સુધી 12.3 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે જાન્યુઆરી થી માર્ચ મહિના સુધીમાં 16.6 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં સારી ઉપજની સાથોસાથ ખેડૂતોને મળતા પ્રોત્સાહન અને પોષણ ભાવના કારણે તેઓની આવકમાં વધારો થયો છે અને રૂપિયો ફરતો હોવાના કારણે તેઓએ દ્વિચકરી વાહનોની ખરીદી પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.