Abtak Media Google News

યુ ટયુબમાં કોમેડી સિરિઝના શુટીંગમાં કામ કરનાર શખ્સે એક લાખની માગણી કરી

જેતપુરના પ્રૌઢ જૂનાગઢના યુવક અને યુવતીને કલાકાર તરીકે પસંદ કરી જૂનાગઢમાં જ યુ ટયુબ માટે કોમેડી સિરિઝ બનાવાત ફોર એવર ફિલ્મ પ્રોડકટના સંચાલકનું અપહરણ કરી એક લાખની માગણી કરી બળજબરીથી એક હજાર પડાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના અભિષેક સ્કૂલ પાસે રહેતા સુરેશભાઇ છગનભાઇ ચુડસામા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં શહેનાજ બેનના ઘરે હતા ત્યારે જૂનાગઢના સંજય ઉર્ફે સાંગો કાળા એક અજાણ્યા શખ્સ સાથે ઘસી આવ્યો હતો અને ધાક ધમકી દઇ અપહરણ કરી ભવનાથ લઇ જઇ બળજબરીથી એક હજાર પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

સુરેશભાઇ ચુડાસમા જૂનાગઢના શહેનાઝબાનુ ઉર્ફે નાજબીન અને સંજય ઉર્ફે સાંગા કાળાની યુ ટયુબની કોમેડી સિરિયલ માટે કલાકાર તરીકે પસંદ કરી શુટીંગનું કર્યુ હતું. ગત શુક્રવારે સુરેશભાઇ ચુજડાસમા જુનાગઢ ગયા બાદ શનિવારે શહેનાઝબાનુના ઘરે જઇ શુટીંગ અંગેની ચર્ચા કરી રહ્યા હતા.

ત્યારે સંજય ઉર્ફે સાંગો એક અજાણ્યા શખ્સ સાથે બાઇક પર ઘસી આવ્યો હતો અને ધાક ધમકી દઇ સુરેશભાઇ ચુડાસામા પાસે એક લાખની માગણી કરી બાઇક પર અપહરણ કરી ભવનાથ લઇ જઇ બળજબરીથી ખિસ્સામાંથી એક હજાર કાઢી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.પોલીસે સંજય ઉર્ફે સાંગા અને તેના સાગરીત સામે અપહરણ અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધી પી.એસ.આઇ. કે.બી.લાલકા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.