Abtak Media Google News

જય મૌલેશભાઇ ઉકાણી અને એલીશ જયસુખભાઇ ભાલોડીયાની જલવિધિ યોજાઇ: સમારોહમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, પૂ. વ્રજરાજકુમારજી મહોદય, સંતોમહંતો, ઉઘોગપતિઓ, અધિકારીઓએ આપી હાજરી: મહેમાનોએ માણ્યો ઓથેન્ટિક ભોજનનો આસ્વાદ

વિશ્વપ્રસિઘ્ધ બાન લેબના મેનેજીગ ડિરેકટર, દ્વારકા દેવસ્થાનમ સમીતીના સભ્ય અને ઉઘોગપતિ મૌલેશભાઇ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયની જલવિધિ અજંતા-ઓરેવા ગ્રુપના એમ.ડી. અને જાણીતા ઉઘોગપતિ જયસુખભાઇ અને મુદૃલાબેન ભાલોડીયાની પુત્રી એલીશ સાથે એક ભવ્ય સમારોહમાં અનેક મહાનુભાવોની હાજરીમાં યોજાઇ હતી. ઇશ્વરીયા ગામ (કાલાવડ રોડ) સ્થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાયેલા આ જીલવિધી કાર્યક્રમ બાદ શાનદાર બોલીવુડ મ્યુઝીકલ નાઇટ યોજવામાં આવી હતી અને જાણીતા સિંગરોએ સુંદર ગીતો રજુ કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ પ્રસંગના માઘ્યમથી બાન કંપનીના મેનેજીંગ ડિરેકટર મૌલેશભાઇ ઉકાણી અને ઓરેવા- અજંતા ગ્રુપના એમ.ડી.ના સહદયી ઉઘોગપતિ જયસુખભાઇ ભાલોડીયા એમ બે દિગ્ગજ ઉઘોગપતિએ વેવાઇ બન્યા છે.Untitled 1 31

Advertisement

આ પ્રસંગની શરુઆતમાં દ્વારકાધીશના આબેહુબ દર્શનનો લ્હાવો મહેમાનોને મળ્યોહતો. ડાન્સ ગ્રુપે વારી વારી જાઉ મારા શ્યામ… સહિતના ભકિત ગીતો રજુકરીને દાદ મેળવી હતી. આ પછી ચિ. જય અને ચિ. એલીશની પવિત્ર જલવિધી થઇ હતી. પારંગત ભૂદેવોએ મંત્રલચ્ચારથી આ વિધિ કરાવી હતી અને ઉકાણી પરિવાર અને ભાલોડીયા પરિવારને જન્મોજનમના બંધનોથી બાંઘ્યો હતો. ઉકાણી પરિવારના મોભી ડો. ડાયાભાઇ અને લાભુબેન ઉપરાંત નટુભાઇ ઉકાણી અને અમિતાબેન ઉકાણીએ બનેને આશીર્વાદ આપ્યા હતા. ઉકાણી પરિવારના જ લવ અને રીશાબેન તથા વિધિ અને રાધાએ શુભેચ્છા પાઠવી હતી.

વિશ્વભરમાં જાણીતા યુવા વૈષ્ણવાચાર્ય પૂજય ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય આ પ્રસંગે હાજર રહ્યા હતા. અને આશિવચન કહ્યા હતા. પુજન જેજે વ્રજરાજકુમારજી મહોદયે જણાવ્યું હતું કે બાન પરિવારના આંગણે યોજાયેલા આ શુભ પ્રસંગે હું ચિ. જય અને ચિ. એલીશને શુભાશિષ પાઠવું છુ અને દ્વારકાધીશ તેમના તમામ મનોરથ પૂર્ણ કરે છે.

13 1

પૂ. જે જેએ કહ્યું હતું કે બાદ શબ્દમાં પણ ઘણા અર્થ છુપાયેલા છે બી શબ્દમાં ભવ્યતા છે. મૌલેશભાઇ દ્વારા આયોજીત કોઇ પણ કાર્યક્રમ કે પ્રસંગમાં ભવ્યતા જોવા મળે છે. વધુમાં ભવ્યતામાં મંત્રોચ્ચાર ને કારણે દિવ્યતા પણ અનુભવાય છે. એ શબ્દમાં આદર્શ છુપાયેલો છે.

ઉકાણી પરિવારના હંમેશા વિનમ્રતા જોવા મળે છે. મને લાગે છે કે તેમના ઉપર દ્વારકાધીશના દશેય હાથ છે અને દ્વારકાધીશ જ તેમને બધું ગોઠવી આપે છે. જયારે એન શબ્દોમાં નવીનતા છે આ પરિવાર જે કાંઇ કરે છે તેમાં નવીનતા જોવા મળે છે.

જલવિધ બાદ મહેમાનોએ અવનવા રાજયોના ઓથ્રેન્ટિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. ભોજમાં સૂપથી શરુ કરી સ્ટાર્ટર, ચાટ, સ્ટ્રીટ ફુડ, સ્વીટસ ધાબા ફુડ, પીઝા બાર, પાસ્તા બાર, યુરોપિયન ફુડ મદ્રાસ કાફે, અમ્રિતસર કી ગલી, ગુજરાતી ફુડ, ડેઝર્ટ આઇસ્કીમ સેન્ડવીચ વિદેશી ફુડ ડીશ સહીતની શ્રેષ્ઠ વાનગીઓ પીરસવામાં આવી હતી.

ઉકાણી પરિવારના પ્રસંગમાં હાજરી એટલે મહાનુભાવો માટે મધુવનની મુલાકાત

૪પથી વધુ સામાજીક, સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અનેરાજકોટનું આભૂષણ કહેવાય એવા સમાજ સેવક મૌલેશ ઉકાણી ને ત્યાં પ્રસંગ હોય ત્યારે દરેક વ્યકિત તેમાં હરખભેર સામેલ થાય છે કારણ કે પરિવાર દ્વારા મળતો મીઠો આવકારો મૌલેશભાઇ હંમેશા ડા.ન ટુ અર્થ રહ્યા છે અને નાના મોટા દરેક સાથે તેમનો વ્યવહાર સૌજન્યપૂર્ણ હોય છે. કદાચ એટલે જે તેમના પુત્ર ચિ. જયની જલવિધિ પણ મોટી સંખ્યામાં મહેમાનો ઉમટી પડયા હતા. ઘણા લોકો આજથી ત્રણેક વર્ષ  પહેલા ઉકાણી પરિવારના નટુભાઇ ઉકાણીના પુત્ર ચિ. લવના ભવ્ય સત્કાર સમારોહની યાદો વાગોળતા જોવા મળ્યા હતા એ પ્રસંગે પણ રાજકોટમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવો હતો અને જલવિધિની પ્રસંગ પણ આવો જ બની રહ્યો હતો.

મૌલેશભાઇ સર્વ સમાજને સાથે લઇ ચાલનાર સેવક છે. નાત જાતનો કોઇ જ ભેદભાવ નહી એવો કોઇ સમાજ શોધવો મુશ્કેલ છે જેમની પડખે ઉભા રહેવાનો તેમણે ઇન્કાર કર્યો હોય, તેમનું વ્યકિતત્વ જ તેમની ઓળખ તેઓ માત્ર દ્વારકાધીશના સેવક તરીકે આપતા જોવા મળે.દ્વારકાધીશના પ્રેમી પરમભકત મૌલેશ ઉકાણીના સામાજીક કાર્યો અન્ય વ્યવસાયિકો ઉઘોગસાહસિક માટે અનુકુરણીય અને ઉદાહરણીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.