Abtak Media Google News

ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમના નિષ્ણાંત તબીબો કરશે સારવાર

સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ખૂબજ મોટા પ્રમાણમાં પોઝીટીવ કેસ બહાર આવતા જાય છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારની મર્યાદા છે. કલેકટર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને મલી રહે તેમાટે વધારાની સગવડ ઉભરી કરવા જણાવવામાં આવ્યું છે.ગોકુલ હોસ્પિટલનાં ચેરમેન ડોકટર પ્રકાશ મોઢા અને મેનેજીંગ ડાયરેકટર જગજીવનભાઈ સખીયા દ્વારા આ મહામારીમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉદય કોવિડ હોસ્પિટલ રાષ્ટ્રીય શાળા મેઈન રોડ રાજકોટ ખાતે ગૂરૂવાર ૧૬ જુલાઈ થીપ્રારંભ કરેલ છે. ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમના ખૂબજ અનુભવી અને ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત ડોકટરોની ટીમ આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખશે ઉદય કોવીડ હોસ્ટિલ ખાતે ટોટલ ૨૨ બેડની સુવિધા છે. જેમાં સાત બેડ આઈસીયુ છે.ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં સૌથી વિશાળ બહોળો અનુભવ ધરાવતી અને ઉચ્ચતમ ડિગ્રીઓ ધરાવતી એક માત્ર ટીમ છે. ઉદય કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર ડાયાલીસીસ, ઓકિસજન અને તમામ પ્રકારની કટોકટીને પહોચી વળવા સમગ્ર આધુનિક પ્રકારનાં મશીનો ઉપલબ્ધ છે.

આ અંગેની વધુ માહિતી માટે ૯૭૩૭૩૫૯૨૯૧ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ઉદય કોવિડ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા માન્ય કરાયેલ ચાર્જીસ અને નિયમો અનુસાર કોરોનાની સારવાર કરવામાં આવશે. દર્દીઓની સગવડતા અને જરૂરીયાત મુજબ સ્પેશ્યલ રૂમ તેમજ એચ.ડી.યુ. તથા આઈ.સી.યુ.ની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.