Abtak Media Google News

વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૮૦૦ કરોડનું ટર્ન ઓવર કરવાનો લક્ષ્યાંક: ગ્રાહકોને સારી કવોલીટી આપવાનો કર્યો દ્રઢ નિર્ધાર

રાજકોટ-જામનગર રોડ પર આવેલ ઉમિયા ટી પ્રાઈવેટ લીમીટેડ ખાતે વિઝન-૨૦૩૦ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમિયા ચા પ્રાઈવેટ લીમીટેડ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૮૦૦ કરોડનું ટર્ન ઓવર કરશે તે અંતર્ગત તેમના ૨૦૩૦ સુધીનાં વિઝનને દર્શાવવામાં આવ્યું હતું.Vlcsnap 2019 05 13 11H19M34S897

આ તકે ઉમિયા ચા પ્રા.લિ.ની શરૂઆત કેવી રીતે થઈ અને ભવિષ્યમાં ગ્રાહકોને સારી કવોલીટી આપીને ભવિષ્યમાં કઈ રીતે ટર્નઓવર વધારશે તેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી.Vlcsnap 2019 05 13 11H20M07S800 આ તકે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે ઉમિયા ચા પ્રા.લિ.નાં ડિરેકટર પટેલ, દિનેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, હિતેષભાઈ પટેલ, સાગરભાઈ પટેલ સહિતનાં સભ્યોએ લોકોને આવકાર્યા હતા.

ઇમાનદારી, સારી ક્વોલિટી અને સમયસર માલ પહોંચાડવો એજ અમારો ધ્યેય: બાબુભાઇ પટેલ (ડિરેક્ટર)Vlcsnap 2019 05 13 11H22M29S309

આ તકે બાબુભાઈ પટેલ કે જેઓ ઉમિયા ચાનાં ફાઉન્ડર છે. તેમણે જણાવ્યું હતું કે, આ ૨૦૩૦ સુધીમાં અમે અમારો બિઝનેસનું ટર્નઓવર ૧૮૦૦ કરોડ સુધી લઈ જશું તેવો અમારો લક્ષ્યાંક છે. તેના ભાગ‚પે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બિઝનેસમાં વધુમાં વધુ આગળ જવા માટેના અમારા પ્રયત્નો ચાલુ છે.

ઈમાનદારીથી, સારી કવોલીટી આપવી, ગ્રાહકોને જો જોતું હોય તેજ આપવું, સમયસર માલ પહોંચાડવો તેના પર અમે વધુ ભાર આપીએ છીએ. અમે ચાની ખરીદીથી વેચાણની પ્રક્રિયામાં ઓછામાં ઓછો ખર્ચ લાગે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. ઉપરાંત આ કામમાં અમારું ફેમિલી પણ સાથે જોડાયેલું હોય છે. ઓછામાં ઓછા નફાએ વધુમાં વધુ ટર્નઓવર કરીને સારામાં સારી કવોલીટી આપવા પ્રયત્નો કરીએ છીએ તેના કારણે જ અમે આગળ છીએ.

૧૯૭૫માં કરિયાણાના વેપારથી શરૂ થયો હતો ઉમિયા ચાનો સફર: રમેશભાઇ પટેલ (ડિરેક્ટર)

Vlcsnap 2019 05 13 11H22M50S304

અમારા પિતા ૧૯૭૫ની સાલમાં કરિયાણાનો વેપાર કરતા હતા એ સાલથી જ અમે બિઝનેસ કરવાની નેમ લીધી. અમારા મોટાભાઈ બાબુભાઈ તેમણે પણ કરિયાણાનો બિઝનેસ ચાલુ કરેલો અને તેના માર્ગદર્શન નીચે જ અમે ઉમિયા ચા બિઝનેસનો પાયો નાખ્યો.

પહેલેથી જ અમે વેપારની શરૂઆત કરી ત્યારથી જ અમારી ભાવના એ હતી કે, ગ્રાહકોને સારામાં સારી કવોલિટી આપવી અને ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવો. અમે ત્રણેય ભાઈઓ સંયુકત કુટુંબ સાથે મળી બિઝનેસમાં મકકમતાથી આગળ વઘ્યાં. ૨૦૩૦ સુધીમાં ગ્રાહકોને સારામાં સારી કવોલીટી આપીને ૧૮૦૦ કરોડનું ટર્નઓવર કરવાનો અમારો લક્ષ્યાંક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.