Abtak Media Google News

‘સારા બનો, સારૂ કરો’ના સુત્ર સાથે તેઓ કુંભ સ્નાન કરશે: વિશ્ર્વકલ્યાણ માટે પ્રાર્થના કરશે

ભકિતમાં એવી શકિત રહેલી છે કે જેના  દ્વારા માનવ ધારે તે કરી શકે છે. ભકિતની શકિતને પુરવાર કરવા દેલવાડાના આ બુઝુર્ગે મનમાં દ્દઢ નિર્ણય કર્યો છે. તેઓ દેલવાડાથી-હરિદ્વાર કુંભ સ્નાન  માટે  દરરોજના  100 કિ.મી.ની સાયકલ યાત્રા કરીને  પહોચશે. સારા બનો, સારૂ કરો ના  સૂત્ર સાથે તેઓ કુંભ સ્નાન  કરીને વિશ્ર્વનું કલ્યાણ  થાય તેવી પ્રાર્થના કરશે.

ઉનાના દેલવાડાના સાઈબાબાના મંદિર પાસે રહેતા સંતોષ દાસ ગુરુ ભગવાનદાસ દ્વારા દેલવાડા થી હરિદ્વાર કુંભ સ્નાન માટે તારીખ 13ના પ્રસ્થાન કરશે. તેઓની મુલાકાત લેતાં તેઓએ જણાવેલ કે તે રોજના 100 કિલોમીટર સાયકલ ચલાવશે અને પંદર દિવસમાં હરિદ્વાર કુંભ માં પહોંચી જશે.

તેઓ સોમનાથ જુનાગઢ રાજકોટ મોરબી પાલનપુર આબુ અજમેર જયપુર દિલ્હી બાઇપાસ થઈ હરિદ્વાર  પહોચશષ  તેઓનું  સૂત્ર ’સારા બનો, સારું કરો’તેઓ કોરોના માટે પણ યાત્રા દરમિયાન  જનજાગૃતિ ફેલાવશે. અને કુંભ સ્નાનમાં તેઓ આ મહનારી માંથી ભારત મુક્ત થાય અને વિશ્વનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરશે.

અંતે  સૌને રામ  નામ નો મંત્ર અને યોગ પ્રચાર-પ્રસાર કરશે.તેઓ ના મોબાઈલ નંબર.8154883256  પર સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.