Abtak Media Google News

પશ્ર્ચિમ રેલવેનાં રાજકોટ મંડળ પર સુરક્ષા વિભાગનાં અધિકારીઓ તથા કર્મચારીઓની સેફટી ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતતા સપ્તાહનાં બીજા દિવસે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવ્યું આ સમયે ક્રોસિંગ ગેટની આજુબાજુ સડક ઉપયોગકર્તાઓની સાથે જનતામાં ક્રોસિંગ લેવલ ગેટ પાર કરતા સમયે ધ્યાનમાં લેવાની વાતોનાં વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેનાથી દુર્ઘટનાઓને રોકી શકાય. લોકોને સુરક્ષા વિશે વધુ જાગૃતતા લાવવા માટે, સ્લોગન, સાવધાનિક, રેલવે અને મોટર વાહન અધિનિયમનાં કાનુની પ્રાવધાનોના પોસ્ટર અને બેનર વિસ્તરીત કરવામાં આવ્યા. લાઉડ સ્પીકરનાં સહયોગથી લગાતાર સાર્વજનીક ઘોષણા પણ કરવામાં આવી આ અભિયાનમાં વાહનોમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાજકોટ મંડળનાં વરીષ્ઠ સુરક્ષા અધિકારી આર.સી.મીનાનાં માર્ગદર્શનમાં રેલવેની સેફટી ટીમ દ્વારા સ્કાઉટ ગાઈડ, સિવિલ ડિફેન્સ, ગેટમૈન ગામના સ્થાનિક પ્રતિનિધિઓ અને બીજા સહયોગથી ૧૦ એલસી ગેટોની સુરક્ષા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું ગતિવિધિઓનાં સમયે ૧૦૦૦થી વધુ લોકોને નિમંત્રણ રેખા પાર કરતા સમયે બધા પ્રકારની સાવધાની માટે પરામર્શ આપવામાં આવ્યું. આ અભિયાનને જનતા તથા સડક કર્તાઓની ઘણી સહાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.