Abtak Media Google News

આઈ.વી.એફ. ટેકનોલોજીથી

ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ આઈ.વી.એફ. ટેકનોલોજીના પ્રયોગ દ્વારા અમરેલીની અમર ડેરીના ગીર ગાયના સંવર્ધન માટે તૈયાર કરવામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ ગીર ગાયના એમ્બ્રીયોથી આઈ.વી.એફ. ટેકનોલોજી દ્વારા જન્મેલી પ્રથમ વાછરડીના કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી  પરશોત્તમભાઈ રૂપાલાએ દિવાળીની પૂર્વ સંધ્યાએ અમરેલી મુકામે વધામણા કર્યા હતા. અમરેલીની નેત્ર ચિકિત્સા ટ્રસ્ટની ગૌશાળા ખાતે     જન્મેલી વાછરડી અને ગાયને ગોળ ખવરાવી કેન્દ્રીય પશુપાલન મંત્રીએ ભારતીય પરંપરા મુજબ વધામણા કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે, ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ આઈ.વી.એફ.ના પ્રયોગ દ્વારા ગીર ગાયના એમ્બ્રીયો પ્રત્યાર્પણ વડે પહેલીવાર ગીર ગાયની વાછરડી જન્મી છે. પશુપાલકો આ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને પશુ ઓલાદ સુધારણા કરે અને ઉચ્ચ પ્રકારની ઓલાદની ગીર ગાયની સંખ્યા વધે અને તેનું સંવર્ધન થાય તેના માટે આ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ યોજના સાકાર થતા આઈ.વી.એફ.થી ગીર ગાયની પહેલી વાછરડી અમરેલીની ધરતી પર જન્મી છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યુ કે, ગીર ગાયનો એમ્બ્રીયો અમર ડેરીની લેબ હેઠળની વાનમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ જણાવ્યુ કે, ગીર ગાયની ઓલાદના અંડ બીજ અને આ જ ઓલાદના આખલાના વીર્ય દ્વારા ગીરની જ ધરા પર પહેલી વાર એમ્બ્રીયો અમર ડેરીની લેબમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આમ, દેશી ગીર ગાયમાં આઈ.વી.એફ.થી વાછરડીના જન્મનો આ પ્રથમ સ્થાનિક કિસ્સો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.