Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય જળ સીમા કોટેશ્વર ખાતે બીએસએફની તરતી ચોકીમાં રાત્રી રોકાણ કરશે

ભારત-પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદી જિલ્લા કચ્છમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી શનિ-રવિવારે મુલાકાત લેવાના હોવાની સંભવના સાથે કચ્છનું સુરક્ષા તંત્ર અને વહીવટી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.કચ્છ આંતર રાષ્ટ્રીય સરહદી જિલ્લો હોવાથી દેશની જુદી જુદી સુરક્ષા એજન્સી દ્વારા સતત એલર્ટ રહે છે. આંતર રાષ્ટ્રીય જળ સીમામાં થતી ઘુસણખોરી અને ડ્રગ્સ માફિયા દ્વારા માદક પદાર્થ ઘુસાડવાના બનાવ અવાર નવાર પ્રકાશમાં આવે છે.

Advertisement

કચ્છના લખપત તાલુકા તેમજ જખૌ દરિયા કિનારા પર વિદેશ સ્થિત ડ્રગ્સ માફિયા માટે મહત્વનો માર્ગ હોય તે રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હોવાથી લખપત તાલુકાના કેટલાક ગામોની બંજર જમીનની કિંમતમાં ભારે વધારો થયો છે. આ વિસ્તાની હોટલ અને ધાબાની આડમાં દેશ વિરોધી પ્રવૃતિઓ થતી હોવાની પણ કેટલીક ફરિયાદો ઉઠી છે.આંતર રાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા જવાનો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આમ છતાં બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓને પડતી મુશ્કેલી અને તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીની સમિક્ષા અર્થે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી શનિ રવિ કચ્છની મુલાકાતે આવે તેવી સંભવના છે. તેઓ સાથે રાજય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે બંને ગૃહ મંત્રીની કચ્છની મુલાકાત દરમિયાન બીએસએફના ડીજી પંકજકુમાર અને ગુજરાત બીએસએફના આઇજી રવિ ગાંધી સાથે મહત્વની ચર્ચા કરશે તેમજ રાત્રી રોકાણ કોટેશ્ર્વર ખાતે આવેલી તરતી ચોકીમાં કરશે તેમજ કચ્છ રણ વિસ્તારની મુલાકાત જશે ત્યાં બીએસએફના જવાનો પાસેથી સરહદી વિસ્તારની કેટલીક જાત માહિતી મેળવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.