આ કોણ છે…?? ફરી ‘તુલસી’ બનવા કેન્દ્રીય મંત્રીનું ‘ફિટનેસ’ પર ધ્યાન: શેર કરી ‘સ્મૃતિ’ તસવીરો..!

કેબિનેટમંત્રી સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીર શેર કરતા તેમની ફિટનેસનો મુદ્દો ખૂબ ચર્ચિત બન્યો, ચાહકોએ માંગી ટિપ્સ..!!

એક સમયે લોકોની ચહીતી રહેલી ટીવી સિરિયલની તુલસીનું રૂપ ફરી ધારણ કરવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાના ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં કેબિનેટમંત્રી સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીર શેર કરતા તેમની ફિટનેસનો મુદ્દો ખૂબ ચર્ચિત બન્યો છે. ફોટોમાં તેણી પહેલા જેમ ફિટ દેખાઈ રહ્યા છે, એટલે કે તુલસી વિરાણી. કેન્દ્રીય મંત્રીની આ લેટેસ્ટ તસવીરોએ ચાહકોને ચોંકાવી દીધા છે.અને તેમને તેમની ફિટનેસનું રાજ પૂછી ટિપ્સ માંગી રહ્યા છે.

લગભગ 5 મહિના પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મનીષ પોલ સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં સ્મૃતિનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું હતું. જો કે બંનેએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. કેબિનેટ મંત્રી લાંબા સમયથી તેની ફિટનેસ માટે કામ કરી રહ્યા છે. તેમના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાણે કે પહેલી તુલસી જ હોય..!!

સ્મૃતિ ઈરાનીએ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ગાર્ડનમાં સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. તેણી ફૂલ તોડવાનો પ્રયાસ કરતા હોય તેવા પોઝ સાથે ફોટો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું – “જો પહોંચ કી પાર હે, વહ પર બહાર હે… ફૂલ ન તોડે.” એટલું જ નહીં, સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું ડિસ્પ્લે પિક્ચર પણ બદલ્યું છે. જેમાં તેણીનું બોડી ટ્રાન્સફોર્મેશન નજરે ચડી રહ્યું છે.

સ્મૃતિ ઈરાની, જે હજુ પણ  તુલસી તરીકે ઓળખાય છે. ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં તુલસી વિરાણીની ભૂમિકાથી પ્રસિદ્ધિ મેળવી હતી. જો કે, તેણીએ વર્ષ 2003માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ધીમે ધીમે તેણીની રાજકીય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શોઝ છોડી દીધા. પરંતુ આજે પણ મોટાભાગના લોકો તેમને તુલસી જ કહે છે. 45 વર્ષીય સ્મૃતિ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર થ્રોબેક ફોટા શેર કરતા રહે છે. જેમાં તેનો લુક વર્ષ 2000માં તેના ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ જેવો છે. સ્મૃતિ ઈરાની પોતે પણ તેના વધતા વજન પર મીમ્સ અને તુલનાત્મક ફોટો કોલાજ બનાવે છે.