Abtak Media Google News

વઢવાણમાં પાંચ, ધ્રાંગધ્રામાં ચાર, બોટાદ અને ગઢડામાં સાડા ત્રણ, મહુવા, વલ્લભીપુરમાં  ત્રણ ઈંચ,  લીંબડી, ગીરગઢડા,માં અઢી ઈંચ, ધ્રોલ, હળવદ, રાણપુર, ચુડામાં બે ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં શુક્રવારે  સાર્વત્રીક  મેઘ મહેર  રહેવા પામી હતી,. અર્ધાથી  લઈ પાંચ ઈંચ સુધી  વરસાદ વરસી   ગયો હતો. હજી ચાર દિવસ ભારેથી અતિભારે  વરસાદની આગામહી વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગનાં જિલ્લામાં  વરસાદ વરસી  રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સીઝનનો  67.52 ટકા વરસાદ પડી ગયો છે. સમયાંતરે મેઘરાજા પ્રેમ  વરસાવી રહ્યા હોયઆ વર્ષ ધાનના ઢગલા  ખડકાશે  તેવી આશા જગતાત  સેવી રહ્યો છે.

Fresh Spell Of Heavy Rains, Thunderstorms Forecast Over Tamil Nadu, Kerala This Weekend | The Weather Channel

સૌરાષ્ટ્ર-કચ્છમાં શુક્રવારે  સાર્વત્રીક  વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના  વઢવાણમા સૌથી વધુ પાંચ ઈંચ વરસાદસ  પડયો હતો જયારે ધ્રાંગધ્રામાં   ચાર ઈંચ, લીંબડીમાં  અઢી ઈંચ, ચૂડમાં બે ઈંચ  મુળી અને દસાડામાં પોણા બે ઈંચ અને સાયલામા  એક ઈંચ વરસાદ પડયો હતો.  રાજકોટ જિલ્લામાં  હળવા ઝાપટા પડયા હતા જોકે  સવારે જેતપૂરમાં દોઢ  ઈંચ,  જામકંડોરણામાં એક ઈંચ વરસાદ પડયો હતો.

મોરબી જિલ્લાના હળવદમાં  બે ઈંચ, માળીયા મીયાણામાં પોણા બે ઈંચ, ટંકારામાં એક ઈંચ, મોરબીમાં  પોણો ઈંચ અને વાંકાનેરમાં અર્ધો ઈંચ  વરસાદ પડયો હતો. જામનગર  જિલ્લાના  ધ્રોલમાં બે ઈંચ, જોડીયામાં સવા ઈંચ, જામનગર

અને કાલાવડમાં  અર્ધો ઈંચ, વરસાદ પહયો હતો. જયારે પોરબંદર જિલ્લામાં  કુતિયાણામાં એક ઈંચ પોરબંદર શહેરમાં  સવા ઈંચ, અને રાણાવાવમાં  અર્ધો ઈંચ, જૂનાગઢ જિલ્લાના  માળીયા હાટીનામાં દોઢ ઈંહચ, જૂનાગઢ, માણાવદર,  માંગરોળ,  અને વિસાવદરમાં એક એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં સાડાત્રણ ઈંચ, સુત્રાપાડામાં પોણા બે ઈંચ, ગીરગઢડામાં અઢી ઈંચ, કોડીનારમાં એક ઈંચ, તાલાળામાં સવા ઈંચ અને વેરાવળમાં અધો; ઈંચ અમરેલી જિલ્લાના અમરેલી શહેરમાં પોણાબે ઈંચ, જાફરાબાદમાં એક ઈંચ, સાવરકુંડલામાં એક ઈંચ, બાબરા, લાઠી અને  લીલીયામાં અર્ધો ઈંચ, ભાવનગર જિલ્લાના મહુવાામં  ત્રણ ઈંચ, વલ્લભીપુરમાં અઢી ઈંચ, સિહોરમાં સવા ઈંચ,  ઉમરાળા અને જેશરમાં અર્ધો ઈંચ, બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદમાં સાડા ત્રણ ઈંચ રાણપુરમાં બે ઈંચ અને બરવાળામાં દોઢ ઈંચ વરસાદ  પડયો છે.

Weather Today! Heavy Rains To Continue In Northern &Amp; Northeastern Parts Of India, Says Imd

કચ્છ જિલ્લાના અંજારમાં અઢી ઈંચ, ભૂજમાં દોઢ ઈંચ, રાપરમાં એક ઈંચ,  માંડવી અને ભચાઉમાં અર્ધો ઈંચ વરસાદ  પડયો હતો. સવારથી  સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી  રંહ્યો છે.

  • શ્રાવણમાં અષાઢી માહોલ 190 તાલુકાઓમાં વરસાદ
  • રાજ્યમાં સિઝનનો 75 ટકા વરસાદ વરસી ગયો: સૌરાષ્ટ્રમાં 67.52 ટકા વરસાદ

શ્રાવણ માસમાં અષાઢી માહોલ જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થવા પામ્યુ છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 190 તાલૂકાઓમાં હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજથી ચાર દિવસ સુધી હજી મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સવારથી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ છવાયો છે. મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેતપુરમાં બે કલાકમાં દોઢ ઇંચ, ઉમરાળામાં સવા અને જામ કંડોરણામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન 850 મીમી વરસાદ વરસતો હોય છે. દરમિયાન આજ સુધીમાં 635.40 મીમી વરસાદ પડી ગયો છે. સિઝનનો કુલ 74.74 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 121.65 ટકા ઉત્તર ગુજરાતમાં 62.45 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત 65.45 ટકા, સૌરાષ્ટ્રમાં 67.52 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 86.27 ટકા વરસાદ વરસી ગયો છે.

  • સરદાર સરોવર ડેમની સપાટી 132.40 મીટરે પહોંચી
  • ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો

ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નર્મદા ડેમની સપાટી 132.40 મીટરે પહોંચી જવા પામી છે. પ્રતિ સેક્ધડ 44462 કયુએક પાણીની આવક થઇ રહી છે. મઘ્યપ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી સતત વધી રહી છે. 138.68 મીટરે ઓવરફલો થતા ડેમની સપાટી હાલ 13240 મીટરે પહોચી જવા પામી છે. ડેમ હવે છલકાવવામાં માત્ર 6.28 મીટર જ બાકી રહ્યો છે.

  • સોમ-મંગળ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે
  • બંગાળની ખાડીમાં આવતીકાલે લો-પ્રેશર બનશે, રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ, મોનસુન ટ્રફ નોર્મલથી દક્ષિણ તરફ એક્ટિવ: ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાત ફરી તરબોળ થશે

હાલ મોનસુન ટ્રફ એક્ટિવ છે. સાથોસાથ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેની અસરના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે અને આવતીકાલે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. દરમિયાન આવતીકાલે ઉત્તર-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. રાજસ્થાનમાં સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન પણ એક્ટિવ છે

અને મોનસૂન ટ્રફ નોર્મલ પોઝીશનથી દક્ષિણ તરફ એક્ટિવ હોવાના કારણે આગામી સોમવાર અને મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં સાર્વત્રીક મધ્યમથી ભારે વરસાદની આગાાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. મોનસુન ટ્રફ હજી ચારથી પાંચ દિવસ એક્ટિવ રહેશે. જેના કારણે ચારેક દિવસ મેઘાવી માહોલ રહેશે.

દરમિયાન આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં આવતીકાલે રવિવારે ડાંગ, વલસાડ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. સોમવાર અને મંગળવારે રાજ્યભરમાં વરસાદનું જોર વધશે અને સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

  • ભાદર સહિત 22 જળાશયોમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં શુક્રવારે સાર્વત્રીક મેઘમહેર રહેવા પામી હતી. જેના કારણે ભાદર સહિતના 22 ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. હજી ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભાદર ડેમમાં નવુ 0.26 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 23.10 ફૂટે પહોંચી જવા પામી છે.

ડેમમાં 26.60 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-3 ડેમમાં 0.03 ફૂટ, ભાદર-2 ડેમમાં 0.82 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.82 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.13 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.16 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 1.15 ફૂટ, ફુલઝર-1માં 0.13 ફૂટ, ફૂલઝર-2 ડેમમાં 0.33 ફૂટ, ડાઇમીણસારમાં 0.37 ફૂટ, આજી-4માં 0.20 ફૂટ, ઉંડ-1માં 0.26 ફૂટ, ઉંડ-2માં 0.07 ફૂટ, વાડીસંગમાં 0.13 ફૂટ, કાબરકામાં 0.66 ફૂટ, વઢવાણ ભોગાવો-1 (નાયકા)માં 0.23 ફૂટ, વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા)માં 1.41 ફૂટ, ફલકુમાં 1.97 ફૂટ, વાંસલમાં 5.91 ફૂટ, લીંબડી ભોગાવો-2 (વડોદ)માં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે.

  • જેતપુર અને જામકંડોરણામાં સવારે દોઢ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં શુક્રવારે સાર્વત્રિક વરસાદ પડયા બાદ આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે મેઘ મહેર જારી છે રાજકોટ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેતપુર અને જામકંડોરણા તાલુકામાં દોઢ ઇંચથી વરસી રહ્યો છે.આ ઉપરાંત ભાવનગરના ઉમરાળામાં સવા ઇંચ, હળવદમાં અર્ધો ઇંચ, વલ્લભીપુરમાં અધો ઇંચ વરસાદ પડયો હતો. રાજકોટ જીલ્લા ઉપરાંત ભાવનગર, મોરબી, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ

* વઢવાણ           * 5 ઇંચ

* ધ્રાંગધ્રા             * 4 ઇંચ

* બોટાદ            * 3॥ ઇંચ

* ઉના               * 3॥ ઇંચ

* ગઢડા              * 3॥ ઇંચ

* મહુવા                * 3 ઇંચ

* વલ્લભપુર          * 3 ઇંચ

* લીંબડી             * 2॥ ઇંચ

* ગીર ગઢડા          * 2॥ ઇંચ

* ધ્રોલ                   * 2 ઇંચ

* હળવદ                * 2 ઇંચ

* રાણપુર                * 2 ઇંચ

* ચુડા                   * 2 ઇંચ

* સુત્રાપાડા             * 2 ઇંચ

* અમરેલી            * 1॥। ઇંચ

*માળીયા મીંયાણા    * 1॥। ઇંચ

* મુળી                * 1॥। ઇંચ

* બરવાળા            * 1॥। ઇંચ

* દસાડા              * 1॥। ઇંચ

* માળીયા હાટીના     * 1॥। ઇંચ

* ભાવનગર            * 1। ઇંચ

* તાલાલા              * 1। ઇંચ

* પોરબંદર             * 1। ઇંચ

* જોડીયા              * 1। ઇંચ

* કોડીનાર            * 1। ઇંચ

* સાયલા               * 1 ઇંચ

* માંગરોળ              * 1 ઇંચ

* વિસાવદર           * 1 ઇંચ

* ટંકારા               * 1 ઇંચ

* જાફરાબાદ         * 1 ઇંચ

* કુતિયાણા            * 1 ઇંચ

* માણાવદર          * 1 ઇંચ

* સાવર કુંડલા        * 1 ઇંચ

* જૂનાગઢ            * 1 ઇંચ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.