ચેતીજજો બિનજરૂરી દુર્ગંધ તમારા માટે જોખમી છે !!!

દરેક રોગનું મૂળ ’સાઇલેન્ટ કિલર’ કોલેસ્ટ્રોલમાં છુપાયું છે !!!

કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ નિયમિત પોતાનું ચેકપ કરાવવું ખૂબ જરૂરી

કોલેસ્ટ્રોલ ચરબી જેવો પદાર્થ છે સામાન્ય રીતે શરીરની દરેક કોશિકાઓમાં મળે છે. ટેક્નિકલી આ એક લિપિડ છે જે લોહીમાં ભ્રમણ કરે છે. આપણા શરીરમાં ખાદ્ય પદાર્થોને પચાવવામાં મદદરૂપ થવા અને અન્ય કાર્યો માટે કોલેસ્ટ્રોલની જરૂર હોય છે. શરીરની દરેક કોશિકાના જીવન માટે કોલેસ્ટ્રોલનું હોવું જરૂરી છે. જો કે આ ચરબીયુક્ત હોવાથી તે લોહીમાં ભળતું નથી અને નાના નાના કણો જેને લાઈપો પ્રોટીન કહેવાય છે, તેના સ્વરૂપે સંચાર થાય છે. ત્યારે તબીબોના જણાવ્યા મુજબ દરેક રોગમાં મૂળ કયા કયા સાઇલેન્ટ કિલર કોલેસ્ટ્રોલનો હોય છે ત્યારે જો લોકો દ્વારા નિયમિત શરીરની તપાસ કરવામાં ન આવતી હોય તો દર્દીઓએ ગંભીર રોગથી પીડાવું પડે છે અને ક્યાંક ને ક્યાંક  તે જીવલેણ નીવડતું હોય છે.

તબીબોનું માનવું છે કે જે લોકોને દુર્ગંધ આવતી હોય અને ખરા અર્થમાં કોઈ જ દુર્ગંધ ન હોય તો તે કોલેસ્ટ્રોલ વધવાના ચિન્હો છે જેનાથી લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. શરીર માટે કોલેસ્ટ્રોલ નું મહત્વ અનેરું છે જો તે એચ.ડી.એલ કોલેસ્ટરોલ હોય તો તે લોકો માટે આશીર્વાદરૂપ છે જ્યારે એલડીએલ કોલેસ્ટ્રોલ લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી અને જીવલેણ છે ત્યારે આ બંને કોલેસ્ટ્રોલની જો યોગ્ય માત્રા જાળવવામાં આવે તો લોકોને કોઇપણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો નથી હોતો. લો ડેન્સીટી લીપોપ્રોટીન (એલડીએલ): જેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે. જે ધમનીઓમાં બ્લોકેજ અને હાર્ટ અટેક માટે જવાબદાર હોય છે. હાઇ ડેન્સીટી લીપોપ્રોટીન (એચડીએલ) જેને ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, જે શરીરને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે.

લોહીમાં કોલેસ્ટ્રોલનું લેવલ ખૂબ વધી જાય છે તો શરીરમાં હાજર રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો થવા લાગે છે અને તે બંધ થવા માંડે છે. આવા લોકોને સામાન્ય રીતે હાથ-પગમાં કંપારી મહેસૂસ થાય છે અથવા તો વિના કોઈ કારણે હાથ-પગમાં દુ:ખાવો રહે છે. એવું એટલા માટે થાય છે કારણકે તમારા શરીરમાં પેરિફેરલ નસોમાં પૂરતી માત્રામાં ઓક્સિજન અને પોષક તત્વોથી ભરપૂર લોહી નથી પહોંચી શકતું. ત્યારે જરૂરી એ છે કે જો યોગ્ય રીતે કોલેસ્ટ્રોલ અંગે લોકો સાવચેતી દાખવે અને યોગ્ય તપાસ કરાવે તો ઘણા ખરા પ્રશ્નોનું નિવારણ થઇ શકે છે અને તેઓ ગંભીર બીમારીથી પણ બચી શકે છે.

એ તરફ જે લોકોને સતત દુર્ગંધ અનુભૂતિ થતી હોય પરંતુ ખરા અર્થમાં કોઈ જ દુર્ગંધ આવતી ન હોય તો તે પણ એક કોલેસ્ટ્રોલ હોવાના લક્ષણો છે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે ની સાથે જ દર્દીઓએ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ અને યોગ્ય પરીક્ષણ કરવું જોઈએ. લોકો આ પ્રકારના રોગને સહેજ પણ ગંભીરતાથી લેતા નથી પરંતુ અને ગંભીરતા રાખવી ખૂબ જ જરૂરી છે.