Abtak Media Google News

જામજોધપુર, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ સહિતના હરિભકતોમાં હેલી.

ઉપલેટા જામજોધપુરથી પોરબંદર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં યુવાનોને વ્યસન મુકતી સહીત અનેક ધાર્મિક સામાજીક સેવાનો રાહ ચિંધનાર મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીની નાની વયે રાજકોટ ભુપેન્દ્ર રોડ મુખ્ય મંદીરના કોઠારી તરીકે નિમણુંક થતા સમગ્ર સૌરાષ્ટ્રના હરિભકતોમાં હરખની હેલી ફેલાઇ છે.

Advertisement

જામજોધપુર સ્વામી નારાયણ ગુરુકુળ મંદીરના મહંત શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, અમરેલી, જેતપુર સહીત સૌરાષ્ટ્રભરમાં હરિભકતો યુવાનોમાં ભારે લોક પ્રિયતા ધરાવે છે. નાની વયના શાસ્ત્રી રાધારમણદાસજી ભગવાન સ્વામી નારાયણની અનેક મદ ભાગવત કથાઓ કરી ચુકયા છે. તેમાં ખાસ કરીને યુવા વર્ગ સાંભળવા બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત હોય છે.

ખાસ કરીને યુવાનોમાં વિવિધ પ્રકારના વ્યસનો જોવા મળે છે. ત્યારે શાસ્ત્રી રાધારમણ સ્વામી દરેક કથામાં વ્યસન મુકતિ બારા ભાર મુકે છે.આથી અનેક યુવાનો વ્યસન મુકતિના માર્ગ પાછા ફર્યા છે. શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીને એક કથામાં સાંભળ્યા બાદ તેને અન્ય કથામાં

સાંભળવા જ પડે તેવી તેની મધુર વાણીથી હરિભકતો ભારે તરબોળ થઇ જાય છે. ત્યારે જ્ઞાતિ અને સત્સંગી સંતશાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીની તાજેતરમાં રાજકોટ ભુપેન્દ્ર રોડ પર આવેલા મુખ્ય સ્વામી નારાયણ મંદીર ના કોઠારી પદે નિમણુંક થતા ભારે આનંદની લાગણી હરિભકતોમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં મુખ્ય સ્વામી નારાયણ મંદીરમાં કોઠારી પદે નાની વયના યુવાન સ્વામીની કોઠારી પદે નિમણુંક થયેલ હોય તેવાો પ્રથમ બનાવ શાસ્ત્રી રાધારમણ દાસજી સ્વામીના પ્રથમ નામે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.