Abtak Media Google News

‘ગણપતિ ઉત્સવ’ વખતે ઉજવણીના ઉત્સાહમાં સજાગતાની સુગંધ ભેળવવી આવશ્યક પી.ઓ.પી.ની મૂર્તિનો ઉપયોગ ન થાય તે હિતાવહ

આગામી દિવસોમાં ફરીથી એક તહેવાર ‘ગણપતિ’ આવશે અને લોકો આનંદ-ઉલ્લાસથી ઉજવણી કરશે દરેક તહેવાર ઉત્સાહ લઈને આવે છે ત્યારે ઉજવણીના ઉત્સાહમાં કેટલીક સજગતા કેળવવી જ‚રી છે. એક બાજુ સ્વાઈન ફલુ વકરી રહ્યો છે ત્યારે આ વખતે ‘ગણપતિ’ના તહેવારની ઉજવણી પી.ઓ.પી.થી બનેલી મૂર્તિ દ્વારા ન કરતા માટીની બનેલી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા કરી પર્યાવરણનું જતન કરીએ તે આવશ્યક છે.એ જાણવું જ‚રી છે. કે પીઓપીની બનેલી અને કૃત્રિમ રંગોથી સજાવેલી મૂર્તિઓ પાણીમાં વિસર્જિત કરવાથી તે વહેતા પાણીમાં બાધા ઉત્પન્ન કરે છે. ઉપરાંત સંપૂર્ણ રીતે ઓગળતી ન હોવાના કારણે પર્યાવરણને પણ નુકશાન પહોચાડે છે. જયારે માટીની મૂર્તિઓ પર્યાવરણને કોઈ જ નુકશાન પહોચાડતી નથી તેમજ પાણીમાં ઓગળી જાય છે.મહદ અંશે પીઓપી કે પ્લાસ્ટીકની મૂર્તિઓ પાણીમાં એકરસ થતી નથી જેથી પર્યાવરણને નુકશાન પહોચાડે છે. ત્યારે કેટલીક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવહે છે તે યોગ્ય છે. તેમજ આપણા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પણ માટીની મૂર્તિની તરફેણ કરે છે. અને તેમણે પણ દર વર્ષની જેમ ફરી એક વખત માટીની મૂર્તિ વાપરવા સૂચન કર્યું છે. તેમજ ૮ ફૂટ કરતા મોટી મૂર્તિ ન વાપરવા ચેતવણી આપી છે. તેમજ આ બાબતનું પાલન નહી કરનાર જોવામાં આવશે તો પગલા લેવામાં આવશે તેમ અગાઉ જ જણાવી ચૂકયા છે. ત્યારે એક ‘ભકત’ની સાથે સાથે ખરા નાગરિક તરીકે પણ આપણે આ પાલન કરવું જ‚રી છે.માટીના મૂર્તિકારો દ્વારા ખાસ પર્યાવરણને અનુકુળ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. તેનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. કારણ કે તેમાં રંગો પણ નુકશાન ન પહોચે તેવા હર્બલ પદાર્થમાંથી બનાવવામાં આવતી હોય છે. જેના કારણે આ મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી હોય છે.ધાર્મિક તહેવારોની ઉજવણી સંસ્કૃતિની જાળવણી માટે જ‚રી છે. પરંતુ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ જ વાપરવી જ‚રી નથી. માટે ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ‘પ્લાસ્ટર ઓફ પેરીસ’ની મૂર્તિ ન વાપરી આપણે પાણીને પ્રદુષિત ન કરીએ તેજ આવશ્યક છે. એક બાજુથી હાલ ચો-મેર ‘સ્વાઈન ફલુ’ નો કાળો કહેર છે. લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે ફરીથી પાણી પ્રદુષિત ન કરીએ તે આપણા માટે જ હિતાવહ છે.રાજકોટમાં પણ રેસકોર્ષ ગ્રાઉન્ડ તથા અન્ય સ્થળોએ માટીના મર્તિકારો દ્વારા કપડા અને માટીની બનેલી ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે. આ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલ મૂર્તિ પી.ઓ.પી. કરતા મોંઘી જ‚ર હોય છે. પણ પર્યાવરણને નુકશાન પહોચાડતી નથી માટે ગણપતિની ઉજવણીમાં તેનો ઉપયોગ કરી પર્યાવરણના જતનમાં સહભાગી બનીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.