Abtak Media Google News

દેશ બદલ રહા હૈ

ઓટો મોબાઈલ, ઓઈલ એન્ડ ગેસ, ઉત્પાદન

સહિતના ક્ષેત્રો ‘ડિજિટલ’ તરફ આગળ વધી રહ્યા છે

દેશ બદલ રહા હૈ. પહેલાના સમયમાં ભારત દેશની વસ્તી જે પ્રમાણમાં જોવા મળતી હતી તેને જોઈ લોકોને રોજગારી આપવા માટે અનેકવિધ યોજનાઓ અને રોજગારીની તકો ઉભી કરવામાં આવેલી હતી પરંતુ ડિજિટલનો યુગ આવતાની સાથે જ હવે મહતમ ઉધોગો ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત વિકાસ તરફની હરણફાળ ભરવા માટે સજજ થયું છે ત્યારે હાલના સમયમાં ઓટો મોબાઈલ ઓઈલ એન્ડ ગેસ ઉત્પાદન સહિતના ક્ષેત્રો ડિજિટલ તરફ આગળ વધી રહ્યા છે.

Advertisement

જે કંપનીઓ ડિજિટલાઈઝેશન અને ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરશે તેને ઘણાખરા ખર્ચાઓમાંથી મુકિત પણ મળશે. વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે હાલ તમામ ક્ષેત્રના ઉધોગો કાર્યો કરી રહ્યા છે.  ઉધોગો વેગવંતા બને તે માટે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા સુચનો પણ કરવામાં આવ્યા છે. પ્રસિઘ્ધ થયેલ રીપોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે જે ઉધોગો ડિજિટલાઈઝેશનને અપનાવશે તેઓના અનેકવિધ ખર્ચામાં ઘટાડો પણ જોવા મળશે. કોરોના આવતાની સાથે જ મહતમ ઉધોગોએ વર્ક ફ્રોમ હોમ કાર્યને અપનાવ્યું છે અને કર્મચારીઓને તે માટેનું પ્રશિક્ષણ પણ આપ્યું છે. હાલની સ્થિતિને ધ્યાને લઈ ટેકનોલોજીનો ઉપયોગ મહતમ કંપનીઓ આગળ આવી રહી છે. પહેલાના સમયમાં કંપનીઓ મુખ્યત્વે માનવ સાથે ચાલતા ઉધોગોમાં લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરતા નજરે પડતા હતા પરંતુ હવે તમામ ઉધોગકારો ટેકનોલોજી અને ડિજિટલાઈઝેશનને અપનાવી રહ્યા છે અને તે દિશામાં આગળ પણ વધી રહ્યા છે. આવનારો સમય મેન્યુઅલ નહીં પરંતુ ટેકનોલોજીનો જોવા મળશે જે ઉધોગો નવા ચાલુ થઈ રહ્યા છે તે ડિજિટલાઈઝેશન ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે અને તે દિશામાં પણ આગળ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.