Abtak Media Google News

રોજની આવકમાં રૂ ૫ થી ૬ લાખનો વધારો: એકસ્ટ્રા સંચાલન પણ ફુલે ફુલ

વેકેશનનો સમય ગાળો હવે ફુલ ફલેજમાં શરુ થઇ ગયો છે. અને લોકો સતત રાજકોટથી હરવા-ફરવા ના સ્થળો એ જઇ રહ્યા છે.આ વેકેશનની અસર ખાસ કરીને રાજકોટ એસ.ટી. વિભાગના ટ્રાફીક ઉપર પણ દેખાવા લાગી છે. અને છેલ્લા કેટલાંક દિવસોથી દરેક રૂટોની બસો ચિકકાર દોડતી નજરે પડી રહી છે. ટ્રાફીક વધવા સાથે એસ.ટી. તંત્ર દૈનિક આવકમાં પણ ઉછાળો આવ્યો છે.

આ અંગે રાજકોટ એસ.ટી. વિભાગનાં ડી.સી. દિનેશ જેઠવા એ જણાવેલ હતું કે છેલ્લા એકાદ સપ્તાહથી ખાસ કરીને વેકેશનની અસર દેખાવા લાગી છે અને ટ્રાફીકમાં સરેરાશ ૧પ થી ૨૦ ટકાનો વધારો દેખાવા લાગ્યો છે.છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ એસ.ટી. વિભાગની દૈનિક આવકમાં થતાં ખાસ્સો એવો વધારો નોંધાવા પામ્યો છે.

હાલ દૈનિક આવક રૂ ૪૮ લાખ આસપાસ પહોંચી ગઇ છે અને હાલ દૈનિક આવકમાં રૂટીન કરતા રૂ પ થી ૬ લાખનો વધારો થઇ ગયો છે.આઉપરાંત વેકેશન અનુસંધાને રાજકોટ એસ.ટી. તંત્ર દ્વારા રપ એકસ્ટ્રા બસો પણ શરુ કરી છે. જેમાં મોરબી, દાહોદ, દ્વારકા, અમદાવાદ, જામનગર, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર અને ગોંડલ રૂટની બસોમાં નોંધયા ટ્રાફીક દેખાઇ રહ્યો છે.

નવી બસો આવી

દરમ્યાન રાજકોટ એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતીવધુ વિગતો મુજબ રાજકોટ એસ.ટી.માં નવા વાહનોની આવક સતત ચાલુ જ છે.અને છેલ્લા પખવાડીયા દરમ્યાન ગુર્જર અને ૧ સાદી મળી કુલ છ નવી બસો સેન્ટલ ઓફીસે રાજકોટને ફાળવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.