Abtak Media Google News

૬૦ બાળકોએ સતત ત્રણ કલાક સુધી અભિનયના ઓજસ પાથર્યા

સુપ્રસિઘ્ધ  શૈક્ષણિક- સામાજીક મહીલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉઘોગ શાળા સંચાલીત બાળ મંદીરોનાં બાળકોનો  વાર્ષિક બાલ સાંસ્કૃતિક સમારોહ-૨૦૧૯ ‘ગરવી ગુજરાત’કાર્યક્રમ ઉમંગ ઉત્સાહ સાથે યોજવામાં આવ્યો હતો.

હુન્નરશાળા સંસ્થાના વિશાળ મેદાનમાં ખુલ્લા આકાશ  નીચે, રાત્રીના સમયે ખુશનુમા, આહલાદક વાતાવરણમાં  સુશોભિત મંચ પરથી રજુ કરવામાં આવેલો આ કાર્યક્રમ બાળકોનાં કિલ્લોલથી એવમ રોમાંચક, આર્થપૂર્ણ, વૈવિઘ્યસભર પ્રસ્તુતિયોથી અભિનયના ઓજસ પ્રસારતા ઉ૫સ્થિત  સર્વે પ્રેક્ષકોને માનસ પર ચિર સ્મરણીય બની રહ્યા.

ગરબી ગુજરાત  નામાંકીત આ કાર્યક્રમમાં હુન્નર શાળા સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ સુખપરીયા, અશોકભાઇ વર્મા, ભરતભાઇ શેઠ, પુષ્પાબેન સુખપરીયા, ભાનુબેન સુખપરીયા, સરપંચ નયનાબેન વર્મા એકાઉન્ટન્ટ રાજીવભાઇ રાવલ, તથા પૂર્વ હેડકલાર્ક રમણીકભાઇ દાવડા, કારોબારી અઘ્યક્ષા જયશ્રીબેન ડી.શેઠ, ગીતાબેન રાજા સામાજીક કાર્યકરો અગ્રગણ્ય નાગરીકો, પત્રકારો, મહિલાઓ, યુવાનો, ગ્રામજનો, બાળકોના વાલીઓ વગેરેએ ઘણી મોટી સંખ્યામાં હાજરી આપી હતી.કાર્યક્રમનું મંગલાચરણ સત સૃષ્ટિ તાંડવ રચયિતા સ્તુતિ થી કરવામાં આવ્યું હતું.

બાળકોએ ટાઇટલ સોંગ ગરવી ગુજરાત, નૃત્ય (રંગીલા પતંગીયા) અભિનયગીત (ડોશીની ઝુંપડી અને પાટાવાળી ગાડી..), નાટક (નંદીનો બીજો અવતાર..) જેવા અનેક કાર્યક્રમો રજુ કર્યા હતા.બાળકોની નિખાલસ રજુઆત અને આકર્ષક અભિનય થકી દરેક પ્રસ્તુતિ ને પ્રક્ષકોએ સહર્ષ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા તેમજ સર્વે ૬૦ બાળકોને પુરસ્કારોથી પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે નેહલબેન પંડયા એ ઉ૫સ્થિત સર્વેનું સ્વાગત કયુૃ હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે સફળ સંચલન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.