Abtak Media Google News

રાજ્યના ૨૩ જિલ્લાના ૬૮ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસ્યો વરસાદ: સૌથી વધુ મહેસાણાના ઉંઝામાં ૨॥ ઈંચ વરસાદ પડયો

દક્ષિણ ગુજરાતમાં અપરએર સાયકલોનિક સકર્યુલેશનની અસર તળે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૩ જિલ્લાના ૬૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદ જિલ્લાને બાદ કરતા અન્ય કોઈપણ જિલ્લામાં મેઘરાજાએ સંતોષકારક કૃપા વરસાવી નથી. વાવણીલાયક વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા હવે જગતાત ફરી મેઘાને મહેર કરવા વિનવી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તા ગીર-સોમના જિલ્લામાં ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૩ જિલ્લાના ૬૮ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ૬૬ મીમી પડયો છે. છેલ્લા એક દશકામાં રાજ્યમાં જૂન માસમાં સૌથી વધુ વરસાદની ઘટ પડી છે જે જુલાઈના આરંભમાં પણ હજુ પુરી ઈ ની. સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૪૪ મીમી અને વલ્લભીપુરમાં ૫૬ મીમી વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના બરવાડામાં ૫૦ મીમી અને બોટાદ શહેરમાં ૨૨ મીમી વરસાદ પડયો છે. જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ૨૨ મીમી, મોરબીના વાંકાનેરમાં ૨૭ મીમી,રાજકોટના પડધરીમાં ૧૦ મીમી અને સુરેન્દ્રનગરના ચોટીલામાં ૧૨ મીમી જેટલો વરસાદ વરસ્યો છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મૌસમનો કુલ ૧૭.૩૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘાએ વિશેષ હેત વરસાવ્યું હતું. પાટણ શહેરમાં ૪૩ મીમી, જિલ્લાના રાધનપુરમાં ૩૭ મીમી, સંતાલપુરમાં ૧૨ મીમી, સરસ્વતીમાં ૫૦ મીમી, સીદ્ધપુરમાં ૨૫ મીમી, બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ૨૧ મીમી, સુઈ ગામમાં ૩૫ મીમી, મહેસાણાના બેચરાજીમાં ૨૨ મીમી, ખેરાલુમાં ૧૫ મીમી, મહેસાણામાં ૩૨ મીમી, ઉંઝામાં ૬૬ મીમી, વડનગરમાં ૨૧ મીમી, વિશનગરમાં ૧૯ મીમી, સાબરકાંઠાના હિમ્મતનગરમાં ૧૩મીમી, અરવલ્લીના મેઘરજમાં ૨૨ મીમી વરસાદ પડયો હતો.

પૂર્વ મધ્ય ગુજરાતમાં જિલ્લાના ધંધુકામાં ૩૮ મીમી, દાહોદના સિંઘવડમાં ૨૦ મીમી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના હનસોટમાં ૨૯ મીમી, ઉમરગામમાં ૪૭ મીમી, વલસાડમાં ૧૩ મીમી વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મૌસમનો કુલ ૧૫.૮૦ ટકા વરસાદ વરસી ગયો છે. ૪૨ તાલુકાઓમાં ૫૦ મીમી સુધી, ૧૧૨ તાલુકામાં ૫૧ થી ૧૨૫ મીમી સુધી, ૭૪ તાલુકામાં ૧૨૬થી લઈ ૨૫૦ મીમી સુધી, ૧૭ તાલુકાઓમાં ૨૫૦ થી લઈ ૫૦૦ મીમી સુધી જ્યારે ૬ તાલુકાઓમાં ૫૦૧ થી લઈ ૧૦૦૦ મીમી સુધી વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ કચ્છ પ્રદેશમાં માત્ર ૬.૨૭ ટકા જ પડયો છે.

આજે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમના જિલ્લામાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા અપરએર સાયકલોનિક સકર્યુલેશનના કારણે ત્રણ દિવસ વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાત અને તેની આજુબાજુના વિસ્તારોમાં દરિયાઈ સપાસપાટીથી ૨.૧ અને ૫.૮ કિલોમીટરની ઉંચાઈ પર અપરએર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે જેની અસરતળે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં અમુક સ્ળોએ અતિભારે વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમના અને દિવમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે ગુરુવારના રોજ દક્ષિણ ગુજરાતના દમણ અને દાદરાનગર હવેલી જ્યારે શુક્રવારે પણ આ જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી જ્યારે સૌરાષ્ટ્રમાં આજે બે જિલ્લાઓમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેસર ગુજરાતને ખાસ ફાયદો કરાવે તેવું હાલ દેખાતું ની. આ લોપ્રેસરની કોઈ જ અસર રાજ્યમાં જોવા મળશે નહીં. અગાઉ આ લો-પ્રેસરની અસર હેઠળ રાજ્યમાં ૩ થી ૫ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી હતી. પરંતુ હવે આવી કોઈ જ સંભાવના ન હોવાનું હવામાન વિભાગના સુત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.