Abtak Media Google News

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે એક વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતભરના પવિત્ર યાત્રાધામો, તીર્થ સ્થાનોમાંથી પ્રસાદી સ્વરૂપે પાવન માટી તથા પવિત્ર જળ એકત્રિકરણ માટે અખિલ ભારતીય સ્તરે સંતો તથા કેન્દ્રીય સમિતિએ આહ્વાન કરેલ છે ત્યારે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર જુનાગઢ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવેલ હતું

ગિરનાર ક્ષેત્રના અતિ પવીત્ર એવા દામોદર કૂંડના પવિત્ર જલ તથા ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ ધારાની જગ્યાની ગીરનાર ક્ષેત્રની પવિત્ર માટીનું  શ્રી ગિરનાર પીઠાધીશ્વર, મહામંડલેશ્વર  જયશ્રીકાનંદગીરીજી, અંબાજી મંદીરના મહંત તનસુખગીરી બાપુ, ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ, સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને ધર્મ કીશોર સ્વામી તથા સંત ગણ દ્વારા ભૂદેવોના વિધિવત, શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે  પૂજન અને અર્ચન કરી પવિત્ર અને પાવનકારી માટી તથા ઉન્મત નદીનું ભગવાનને અભિષેક કરેલ પવિત્ર જળ તાંબાની લોટીમાં પુજન સાથે વિધીવત રીતે અર્પણ કરવામાં આવેલ હતું.

આ ધાર્મિક પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ જૂનાગઢ મહાનગરના હોદ્દેદારો સંદીપ ભાઇ પેથાણી, અરવિંદ ભાઈ સોલંકી, કિશનભાઇ ભટ્ટ, અલ્પેશગીરી બાપુ, સૂર્યકાંત નીમાવત સહિતનાં કાર્યકર્તાએ ઉપસ્થિતિ રહી જય જય શ્રી રામનો જયનાદ કરી રાજીપો વ્યક્ત કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.