Abtak Media Google News

રાજકોટ મીડિયા કલબ આયોજીત ઈન્ટર પ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ‘અબતક’ ઈલેવનનો 5 વિકેટે વિજય થયો હતો. આ સાથે ‘અબતક’ની ટીમે પ્રથમ મેચથી જ વિજય પ્રારંભ કર્યો છે. ગઈકાલે રેસકોર્સ ખાતેના માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ‘અબતક’ ઈલેવન અને ગુજરાત મિરરની ટીમ વચ્ચે ટી-20 જંગ જામ્યો હતો. જેમાં ટોસ જીતી ‘અબતક’ ઈલેવને પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો. 20 ઓવરના અંતે ગુજરાત મિરરની ટીમે ફક્ત 124 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ‘અબતક’ની ટીમે સારૂ પરર્ફોમન્સ કર્યું હતું અને 18.3 ઓવરના અંતે ગુજરાત મિરરની ટીમને 125 રનમાં ધરાશાયી કરી દીધી હતી. ‘અબતક’ તરફથી સંજય વાઘેલાએ 4 ઓવરમાં ફક્ત 23 રન આપી છ વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ મેચ રહ્યાં હતા. બીજી ઈનીંગમાં ‘અબતક’ ઈલેવનની ઓપનીંગ જોડીએ ધમાકેદાર શરૂઆત કરતા દિપેન પારેખ અને રોહિત ડાંગરે 56 રનની પાર્ટનરશીપ કરતા મજબૂત સ્થિતિએ લાવી દીધું હતું. દિપેન પારેખે 46 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 62 રન કર્યા હતા. જ્યારે બીજી બાજુ રોહિત ડાંગરે 24 બોલમાં એક ચોગ્ગાની મદદથી 19 રન કર્યા હતા. બાદમાં મોનીલ અંબાસણાએ એક ચોગ્ગાની મદદથી 3 બોલમાં 5 રન કર્યા હતા અને આ ઉપરાંત ઉર્વિલ વૈદ્ય અને રોહિત ડાભીએ 4-4 રન જોડ્યા હતા અને ‘અબતક’ ઈલેવને 16.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવી 125 રનનો ટાર્ગેટ આસાનીથી ચેસ કરી લીધો હતો.

પ્રથમ ઈનીંગમાં ગુજરાત મિરરની ટીમે રન કરવા સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રથમ 4 ઓવરમાં 18 રન જ બનાવી ગુજરાત મિરરે 3 વિકેટ ગુમાવી હતી. ‘અબતક’એ સારૂ બોલીંગ પરર્ફોમન્સ કરતા માત્ર 124 રને જ ગુજરાત મિરરને ઓલ આઉટ કરી દીધું હતું. ‘અબતક’ તરફથી સંજય વાઘેલાએ 6 વિકેટ, મોનીલ અંબાસણાએ 1 વિકેટ, ઉર્વિલ વૈદ્યએ 1 વિકેટ લીધી હતી અને આ સાથે જ ‘અબતક’એ પ્રથમ મેચમાં જીત મેળવી વિજય પ્રારંભ કરાવ્યો હતો. મેન ઓફ ધ મેચ સંજય વાઘેલા બન્યા હતા. આગામી રવિવારે ‘અબતક’ ઈલેવન આજકાલ ઈલેવન સાથે ટકરાશે. ટીમ ‘અબતક’ના વિજય બદલ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.