Abtak Media Google News

અકસ્માતના ગુનામાં ટ્રક છોડવા રૂ.૭ હજારની લાંચ લેતા રંગે હાથ બંને ઝડપાયા.

અમદાવાદ જિલ્લાનાં વિરમગામ રેલવે પોલીસ મથકના પી.એસ.આઈ અને હેડ કોન્સ્ટેબલ ટ્રક ચાલક પાસેથી રૂ.૭ હજારની લાંચ લેતા રંગે હાથ રાજકોટ-જામનગર લાંચ રૂશ્વત શાખાની ટીમે ઝડપી લેતા લાંચીયા કર્મચારીમાં ફફડાટ મચી ગયો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરમગામ નજીક રેલવે ફાટર સાથે ટ્રક અથડાતા જે અંગેનો વિરમગામ રેલવે પોલીસે ટ્રક કબજે કરી ચાલકની ધરપકડ કર્યા બાદ કોન્સ્ટેબલે સુરેશ જેઠા સોલંકીએ ટ્રક છોડાવવા પોઝીટીવ રીપોર્ટ આપવા પી.એસ.આઈ રવિકુમાર ગોડ વતી રૂ.૨૫ હજારની લાંચની માંગણી કરતા બંને વચ્ચે રકઝકના અંતે રૂ.૭ હજારમાં નકકી થયું હતું.

બાદ ટ્રકના ચાલક દ્વારા આ અંગે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા જામનગર-રાજકોટ એસીબીની ટીમ દ્વારા વિરમગામ રેલવે સ્ટેશનનાં દરવાજા પાસે ગોઠવવામાં આવેલા છટકામાં કોન્સ્ટેબલ સુરેશ જેઠા સોલંકી અને પીએસઆઈ રવિકુમાર ગોડ રૂ.૭ હજાર સ્વીકારતા રંગે હાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. મદદનીશ નિયામક રાજકોટ એકમના એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ એન.કે.વ્યાસ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.