Abtak Media Google News

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ની ઉપસ્થિતિમાં યોજાયો મંગલ અવસર સરગમ પરિવારના સભ્યોને મળ્યો ગુરૂદેવના આશીર્વચનનો લ્હાવો

રાજકોટમાં યોજાનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત મુમુક્ષુ ઉપસનાબેન સંજયભાઈ શેઠ અને મુમુક્ષુ  આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાના સંયમ સન્માનના  એક કાર્યક્રમમાં  સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબને પણ સન્માન કરવાનો લાભ મળ્યો હતો..02 9 સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના આંગણે અને શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં યોજાયેલા આ મંગલ અવસરમાં સરગમ ક્લબના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ગુરુદેવ નમ્રમુનિ મહારાજના આશીર્વચનનો લાભ પણ મળ્યો હતો.  અમીન રોડ પાસે ડુંગર દરબારના પ્રાંગણમાં યોજાયેલા સંયમ સન્માન કાર્યક્રમમાં મુમુક્ષુ બહેનોનું સરગમ પરિવાર દ્વારા પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.03 6 આ પ્રસંગે પ્રારંભમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ ૨૦ હજારની મેદની સમક્ષ સરગમ ક્લબની પ્રવૃત્તિની ઝાંખી આપી હતી જયારે સરગમ ક્લબના મંત્રી અને બાન લેબના એમ.ડી. મૌલેશભાઇ ઉકાણીએ સરગમી સેવા કાર્યોથી લાખો લોકો  લાભાન્વિત થયા હોવાનું જણાવ્યું હતું.04 6આ પ્રસંગે રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે આશીર્વચન આપતા કહ્યું હતું કે, સરગમ ક્લબની સેવા પ્રવૃતિઓથી હું પરિચિત છું અને આ ક્લબ હજુ વધુ સેવા કાર્યો કરે તેવી શુભેચ્છા આપું છું. તેમણે રામનાથપરા સ્મશાનના જિર્ણોદ્ધાર બાબતે પણ ખુશી વ્યક્ત કરી હતી.05 3આ પ્રકારના કાર્યોમાં દાતાઓને આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ ટહેલના પ્રતિસાદ રૂપે જાણીતા બિલ્ડર જીતુભાઇ બેનાણીએ તેમની પુત્રી ધારાના જન્મદિવસ નિમિત્તે સ્મશાન અને અન્ય પ્રોજેક્ટ માટે સહયોગ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી અને મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાન્તભાઈ શેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા.06 4આ કાર્યક્રમમાં સરગમ પરિવારના ડો.પ્રફુલભાઈ શાહ, મિતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, કનૈયાલાલ ગજેરા, દીપકભાઈ શાહ, પ્રફુલભાઇ સંઘાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, ચેતનાબેન સવજાણી  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.