Abtak Media Google News

પવઇ સ્થા. જૈન સંઘ મુંબઇ ખાતે પૂ. ધીરગુરુદેવની અસીમ કૃપાથી નયનરમ્ય સાતાકારી માતુશ્રી નલીનીબેન મહેન્દ્રભાઇ દોશી-મહાવીર ધર્માલયના ઉદધાટન પ્રસંગે કચ્છ મોટી પક્ષના પૂ. નરેશમુનિજી, અજરામરના પૂ. ચિંતનમુનિજી, પૂ. નિરંજનમુનિજી ઠાણા-૬ તથા સાઘ્વીજી પૂ. હરિમતાજી મ.સ. પૂ. ભારતીય મ.સ ઠાણા-૩ અને પૂ. અમરલતાજી મ.સ. કુલ ૧પ સંત-સતીજીઓના મંગલપાઠે ધનવંતીબેન ગોગરીએ દ્વારોદધાટનનો ૧૧ લાખમાં લાભ લઇને સહુનો ઉમંગ વધાર્યો હતો.Img 0748

શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ડુંગર દરબારમાં સંત-સતીજી ભાવપૂજનનો મહેન્દ્ર સંગોઇ, મનુભાઇ મહેતા, સંજય સંધવીએ ૧૭ લાખમાઁ લાભ લીધેલદિલીપ મહેતાએ કાયમીવૈયાવચ્ચમાં સહયોગીરુપે રપ લાખમાં લાભ લઇને ઉમંગ વધાર્યો હતો.

માત્ર ૧૮ મહીનામાં મુંબઇના મીની કાશ્મીર જેવા પવઇમાં મહાવીર ધર્માલયના નિર્માણ બદલ દાતાઓ અને શ્રેષ્ઠીઓએ શચ્ચાદાન મહાદાનના પ્રણેતા પૂ. ધીરગુરુદેવના ભગીરથ પ્રયાસને બિરદાવી ધન્યતા અનુભવી હતી.

સૂત્ર સંચાલન પાસર શેઠે કરેલ કચ્છી અગ્રણી શાંતિલાલ મારુ વસનજી મારુ દીપક ભેદા, રમણીક સાવલા ખીમજી છાડવા વગેરેની ઉ૫સ્થિતતિ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.