Abtak Media Google News

G20 સભ્યોના નેતાઓ ઉપરાંત નવ અતિથિ દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ બેઠકમાં ભાગ લેશે:  પુતીન અને ટ્રુડો પણ જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે જી20ની વર્ચ્યુઅલ બેઠક યોજાનાર છે. જેમાં યુદ્ધને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. આ બેઠકમાં જી 20 સભ્યોના નેતાઓ ઉપરાંત નવ અતિથિ દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ ભાગ લેશે. ઉપરાંત બેઠકમાં પુતીન અને ટ્રુડો પણ જોડાશે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ આજથી ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ જી-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જી-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં જૂથના વાર્ષિક સંમેલનમાં નક્કી કરાયેલા પરિણામો અને કાર્યવાહીના મુદ્દાઓને આગળ વધારશે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ સંઘર્ષની અસર અંગે પણ ચર્ચા થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 નેતાઓની આ ડિજિટલ સમિટનું આયોજન કરે તેના એક દિવસ પહેલા ભારતે જણાવ્યું હતું કે આ બેઠક દિલ્હી ઘોષણાના અમલીકરણ પર ચર્ચા કરવા, મુખ્ય પડકારો પર સહકાર વધારવા અને વૈશ્વિક શાસનમાં ખામીઓને દૂર કરવાની તક આપશે

સમિટ અંગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતના જી-20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટની સફળ યજમાની બાદ સ્થિતિ બદલાઈ છે. નવી દિલ્હી ઘોષણા સર્વસંમતિથી સ્વીકારવામાં આવી ત્યારથી વિશ્વએ એક પછી એક ઘણી ઘટનાઓ જોઈ છે અને ઘણા નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.