Abtak Media Google News

ભાજપના પ૦૦થી વધુ કાર્યકરો વીડિયો કોન્ફરન્સથી જોડાશે

રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી દ્વારા તા.ર૬ને શુક્રવારે સાંજે પ કલાકે વર્ચ્યુઅલ જનસંવાદ યોજવામાં આવશે. જેમાં પ૦૦ થી વધુ કાર્યકર્તા વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી જોડાશે

Advertisement

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કાર્યક્રમના સહ ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, વિધાનસભા-૭૧ ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચાની એક સંયુકત યાદીમાં જણાવ્યું છે કે વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ તા. ૩૦ મે ૨૦૨૦ ના રોજ પૂર્ણ થયું છે. ત્યારે મોદી સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયો તેમજ સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્ર અને દેશની એકતા, અખંડિતા તેમજ સુરક્ષાને સુનિશ્ર્ચિત કરી છે.

પ્રદેશ ભાજપની સુચના અનુસાર શહેર ભાજપ દ્વારા વિવિધ વર્ચ્યુઅલ ડિજિટલ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તા.ર૬ જુનના સાંજે પ કલાકે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી દ્વારા જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાશે. આ વર્ચ્યુઅલ રેલીમાં શહેરના તમામ વોર્ડમાંથી કુલ મળી પ૦૦ થી વધુ કાર્યકર્તાઓ વીડીયો કોન્ફરન્સના માઘ્યમથી જોડાશે. તેમ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.